અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માટે ભાજપની 160 ઉમેદવારોની યાદીમાં હિન્દુત્વની છાપ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાની 35 થી 40 બેઠકો બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ, પાટીદાર કુળદેવી ટ્રસ્ટ ખોડલધામ, ઉમિયાધામના જૂના નેતાઓને ટિકિટ આપી છે.
Gujarat Assembly Election 2022: ભાજપની યાદીમાં હિન્દુત્વની છાપ, આ વખતે પણ મુસ્લિમ ચહેરો નહી - Chief Trustee of Khodaldham Naresh Patel
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ભાજપની 160 ઉમેદવારોની યાદી પર હિન્દુત્વની છાપ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાની 35 થી 40 બેઠકો બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના જૂના નેતાઓ, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામ ઉમિયાધામ સાથે સંકળાયેલા છે તેમને ટિકિટ આપી છે.
ખોડલધામના મુખ્ય ટ્રસ્ટી:ડીકે સ્વામીને જંબુસરથી ટીકીટ મળી છે જેઓ ગુરુકુલ ચલાવે છે. આ બેઠક કોંગ્રેસના કબજામાં છે. એક સમયે કચ્છમાં VHPનો ચહેરો ગણાતા સ્વર્ગસ્થ અનંત દવેના ભત્રીજા અનિરુદ્ધ દવેને માંડવી, VHPના નેતા અક્ષય પટેલને કરજણથી ટિકિટ મળી છે. ખોડલધામના મુખ્ય ટ્રસ્ટી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે (Chief Trustee of Khodaldham Naresh Patel)અને મુખ્યપ્રધાનનો ચહેરો બનશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ તેમના નજીકના ટ્રસ્ટી રમેશ ટીલાલાને રાજકોટ દક્ષિણમાંથી ટિકિટ મળી છે.
કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓ આયાત કરવામાં આવ્યા:નરેશ પટેલ તાજેતરમાં અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન શાહને મળ્યા હતા અને તેમની ટિકિટની ભલામણ કરી હતી. ઉમિયાધામ અમરેલીના ટ્રસ્ટી જનકભાઈ તળાવિયાને લાઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ કાર્યકરો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે 160 ઉમેદવારોમાંથી કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓ આયાત કરવામાં આવ્યા છે.