નવી દિલ્હી: ચૂંટણી પંચ આ અઠવાડિયે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે(Gujarat Assembly Election 2022 ). 2017માં અપનાવવામાં આવેલી પરંપરાને ટાંકીને, ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં આગામી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો સાથે ગુજરાત ચૂંટણીના સમયપત્રકની જાહેરાત(ECI may announce gujarat election schedule) કરી ન હતી. હિમાચલમાં 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે(Counting of Gujarat Elections).
Gujarat Assembly Election 2022 : ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમનને લઇને આપ્યા સંકેતો - ગુજરાત ચૂંટણીની મતગણતરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આવતા સપ્તાહે થઈ શકે છે(Announcement of Gujarat Assembly Elections). ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના લગભગ એક મહિના પછી યથાવત રાખતા સ્પષ્ટ સંકેત આપ્યો(ECI may announce gujarat election schedule) હતો કે ગુજરાત ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે થશે(Counting of Gujarat Elections). 2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.
ટૂંક સમયમાં તારીખની થશે જાહેરાત હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના એક મહિના પછી યથાવત રાખતા પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાતની ચૂંટણીની મતગણતરી પણ 8મી ડિસેમ્બરે થશે. 2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મતગણતરી એક સાથે 18 ડિસેમ્બરે થઈ હતી.
કાર્યકાળ સમાપ્ત થવાની કગારે વાસ્તવમાં ગુજરાતમાં પૂરના કારણે ચૂંટણી પંચે રાજ્યમાં હિમાચલ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ ચૂંટણી કરાવવી પડી હતી. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષ 1998, 2007 અને 2012માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.