ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં તેના CMના ચહેરાની કરશે જાહેરાત - અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આજે પોતાના CM પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. (AAP CM face candidate in Gujarat )પાર્ટીના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

આજે જાહેર કરશે આમ આદમી પાર્ટી પોતાના CMના ચહેરાનીv
આજે જાહેર કરશે આમ આદમી પાર્ટી પોતાના CMના ચહેરાનીઆજે જાહેર કરશે આમ આદમી પાર્ટી પોતાના CMના ચહેરાની

By

Published : Nov 4, 2022, 9:19 AM IST

Updated : Nov 4, 2022, 9:27 AM IST

અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે શુક્રવારે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીના મુખ્ય પ્રધાન(AAP CM face candidate in Gujarat ) પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી.

CM પદના ઉમેદવાર:29 ઓક્ટોબરના રોજ કેજરીવાલે લોકોને એસએમએસ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના CM પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું, જેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના CM પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ:પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, CM પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના CM પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

Last Updated : Nov 4, 2022, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details