ગુજરાત

gujarat

By

Published : Sep 1, 2022, 3:11 PM IST

Updated : Sep 1, 2022, 3:31 PM IST

ETV Bharat / bharat

સિસોદિયા પર દરોડા પછી ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો: કેજરીવાલ

મુખ્યપ્રધાનએ કહ્યું, સિસોદિયા સામે CBIના દરોડા પછી ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો છે. જો તેની ધરપકડ કરવામાં આવશે તો તેમાં 6 ટકાનો વધારો થશે. kajriwal on manish sisodiya raid, Gujarat AAP vote share, raid on manish sisodiya

AAP vote share in Gujarat increased by 4 per cent kejriwal on raid on manish sisodiya
AAP vote share in Gujarat increased by 4 per cent kejriwal on raid on manish sisodiya

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (kajriwal on manish sisodiya raid) ગુરુવારે જણાવ્યું હતું કે, તેમના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સામે CBIના દરોડા પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 4 ટકા વધ્યો (Gujarat AAP vote share ) છે. જો તેની ધરપકડ કરવામાં આવે તો આ વોટ શેરમાં 6 ટકાનો વધારો થશે, એમ AAPના રાષ્ટ્રીય સંયોજકે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી

કેજરીવાલે દાવો કર્યો હતો કે, "CBIએ સિસોદિયા પર દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તપાસ કરી. CBIના લોકોએ કહ્યું કે, તેમને તેમના વિરુદ્ધ કંઈ મળ્યું નથી, પરંતુ તેમની ધરપકડ કરવાનું દબાણ છે" . વડા પ્રધાને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યું છે, તેમણે કહ્યું.

આ પણ વાંચો:સીમા પાત્રાએ નોકરાણીને ત્રાસ આપ્યો હવે પોલીસ 14 દિવસ રિમાન્ડ લેશે

વધુમાં મુખ્યપ્રધાનએ કહ્યું, "સિસોદિયા સામે CBIના દરોડા (raid on manish sisodiya) પછી ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો છે. જો તેની ધરપકડ કરવામાં આવશે તો તેમાં 6 ટકાનો વધારો થશે." ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભગવા પાર્ટીના નેતાઓએ AAPના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના કોઈપણ ધારાસભ્યએ તેમની ઓફર સ્વીકારી નહીં.

શિક્ષિત લોકોનો અભાવ : "સંપૂર્ણપણે ભ્રષ્ટ પક્ષમાં શિક્ષિત લોકોનો અભાવ છે, જ્યારે 'હાર્ડકોર પ્રામાણિક' પાર્ટી પાસે સારા શિક્ષણ, IIT ડિગ્રી ધરાવતા લોકો છે," તેમણે ભાજપ પર ઢાંકપિછોડો કરતા કહ્યું. "તેઓ ધારાસભ્યોને ખરીદવા માટે 20-50 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. જો મારે શાળાઓ અને હોસ્પિટલો બનાવવા હોય તો શું હું કંઈ ખોટું કરી રહ્યો છું," તેમણે પૂછ્યું, દિલ્હીમાં BJPનું 'ઓપરેશન લોટસ' નિષ્ફળ ગયું હોવાનું બતાવવા માટે AAP સરકારે સોમવારે વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો.

Last Updated : Sep 1, 2022, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details