ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gudi Padwa 2022 : આજે તહેવારોનું સર્જાયું ત્રિવેણી સંગમ - Gudi Padwa 2022

આજે તહેવારોનું ત્રિવેણી સંગમ સર્જાયું છે. એક તરફ આજથી ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ મરાઠી સમાજનું આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેને ગુડી પડવાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે.

Gudi Padwa 2022 : આજે તહેવારોનું  સર્જાયું ત્રિવેણી સંગમ
Gudi Padwa 2022 : આજે તહેવારોનું સર્જાયું ત્રિવેણી સંગમ

By

Published : Apr 2, 2022, 8:38 AM IST

ન્યૂઝ ડેસ્ક:આજે તહેવારોનું ત્રિવેણી સંગમ સર્જાયું છે. એક તરફ આજથી ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ મરાઠી સમાજનું આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેને ગુડી પડવાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે.

આજે સિંધી સમાજનો મહત્ત્વનો પર્વ :આજે સિંધી સમાજનો મહત્ત્વનો પર્વ છે. આજે ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુડી પાડવાના પર્વની કેમ ઉજવણી કરવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તેના વિશે પણ જાણીએ. ગુડી પડવાનું પર્વ, આ મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં ઉજવાય છે. તેને સંવત્સર પડવો પણ કહેવાય છે. ગુડ પડવો મુખ્ય રૂપથી મરાઠી સમુહમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ પર્વને ભારતના જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે.

કર્ણાટકમાં યુગાડી : આ તહેવાર મહારાષ્ટ્રમાં ગુડી પડવા, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઉજવવામાં આવે છે. બીજી તરફ ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઉજવે છે.

હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતિકોમાંથી એક :આ દિવસે ઘરને સ્વસ્તિકથી સજાવવામાં આવે છે. જે હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતિકોમાંથી એક છે. આ સ્વસ્તિક હળદર અને સિંદૂરથી બનાવાય છે. આ દિવસે મહિલાઓ પ્રવેશ દ્વારને અનેક અન્ય રીતે સજાવે છે અને રંગોળી બનાવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં રંગોળી નકારાત્મકતાને દૂર કરે છે. ગુડી પડવો વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ચિહ્નિત થયેલ છે. ઘણી જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ :ગુડી એટલે વિજયનું ચિહ્ન. કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરી પોલી અથવા મીઠી રોટલી બનાવવામાં આવે છે. તેમાં જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે તે છે ગોળ, મીઠું, લીમડાના ફૂલ, આમલી અને કાચી કેરી. મીઠાશ માટે ગોળ, કડવાશ દૂર કરવા માટે લીમડાના ફૂલ અને આમલી અને કેરી જીવનના ખાટા-મીઠા સ્વાદનું પ્રતીક છે.

ગુડી પડવાનો તહેવાર દક્ષિણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય :ગુડી પડવાનો તહેવાર દક્ષિણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પૌરાણિક માન્યતા અનુસાર સતયુગમાં રાજા બલી દક્ષિણ ભારતમાં શાસન કરતા હતા. જ્યારે ભગવાન શ્રી રામને ખબર પડી કે લંકાપતિ રાવણે માતા સીતાનું અપહરણ કર્યું છે, ત્યારે તેઓ જ્યારે તેમને શોધતા શોધતા દક્ષિણ ભારત પહોંચ્યા, ત્યારે તેઓ અહીં સુગ્રીવને મળ્યા હતા. સુગ્રીવે શ્રી રામને બાલીના કુશાસનથી વાકેફ કર્યા અને તેમને મદદ કરવામાં અસમર્થતા દર્શાવી. આ પછી ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો અને દક્ષિણ ભારતના લોકોને તેના આતંકથી મુક્ત કર્યા. એવું માનવામાં આવે છે કે તે દિવસ ચૈત્ર શુક્લ પ્રતિપદાનો હતો. એટલા માટે આ દિવસે ગુડી એટલે કે વિજય ધ્વજ લહેરાવવામાં આવે છે.

લોકો ઘરને કેરીના પાનથી સજાવે છે : અન્ય દંતકથા અનુસાર શાલિવાહને માટીની સેના બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા અને દુશ્મનોને હરાવ્યા. આ દિવસને શાલિવાહન શકની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરને કેરીના પાનથી સજાવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તેના વિશે ઘણી ઉલ્લાસ છે.

ABOUT THE AUTHOR

...view details