ગુજરાત

gujarat

જુલાઈની GST આવક 33 ટકા વધીને 1.16 લાખ રુપિયા નોંધાઈ

By

Published : Aug 1, 2021, 7:27 PM IST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન જુલાઈમાં 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા થયું છે. નાણાં મંત્રાલયે રવિવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, જુલાઈના GST આવકના આંકડા દર્શાવે છે કે, અર્થતંત્રનો ઝડપી ગતિએ પુનરૂદ્ધાર થઈ રહ્યો છે.

GST
GST

  • GST કલેક્શનનો આંકડો ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર
  • કોવિડ -19 સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ બાદ GST આવકમાં વધારો
  • 1થી 31 જુલાઇ સુધીના GST રિટર્નની ગણતરી મુજબ ગત્ વર્ષ કરતાં વધુ આવક

નવી દિલ્હી: જુલાઈ, 2021માં કુલ GST આવક 1,16,393 કરોડ રૂપિયા થઈ હતી. તેમાં સેન્ટ્રલ GST 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ GST 28,541 કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ GST 57,864 કરોડ રૂપિયા અને 7,790 કરોડ રૂપિયા થઈ હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ સાથે જુલાઈ માટે GST કલેક્શનનો આંકડો ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર ગયો છે.

આ પણ વાંચો- નવેમ્બરમાં GSTની આવકનો સંગ્રહ 1 લાખ કરોડ પાર

ગયા વર્ષ કરતાં 33 ટકા વધુ GST આવક

જુલાઈ 2021માં GST કલેક્શનનો આંકડો એક વર્ષ અગાઉના જુલાઈ મહિના કરતાં 33 ટકા વધારે હતો. આમાં 1 થી 31 જુલાઇ સુધી ફાઇલ કરાયેલા GST રિટર્ન, સમાન સમયગાળા માટે IGST અને માલની આયાત પર એકત્ર કરાયેલા સેસનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details