ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GST Hike on Textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5 ટકા જ ટેક્સ લાગશે! - GSTનો દર યથાવટ

GST કાઉન્સિલની બેઠક (GST council meeting)માં કાપડ પર GSTનો દર યથાવટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા કાપડ પર 12 ટકા GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના વિરોધને પગલે GST પર વધારો (GST Hike on Textile) હાલ ટાળી દેવામાં આવ્યો છે.

GST Hike on Textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5 ટકા જ ટેક્સ લાગશે!
GST Hike on Textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5 ટકા જ ટેક્સ લાગશે!

By

Published : Dec 31, 2021, 7:31 PM IST

ન્યુઝ ડેસ્ક: GST પર વધારા (GST Hike on Textile) મુદ્દે કાપડના વેપારીઓ માટે આનંદના સમાચાર છે. નાણાપ્રધાન નીરમલા સીતારમણે (Nirmala sitharaman on GST) જાહેરાત કરી છે કે જીએસટી કાઉન્સિલની બેઠક (GST council meeting)માં કાપડ પર GSTનો દર યથાવટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા કાપડ પર 12 ટકા GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે જૂન દર એટલે કે 5 ટકા GST (GST rate on Textile) દર યથાવત રખાયો છે.

દેશભરના કાપડના વેપારીઓનો વિરોધ

આ નિયમનો દેશભરના કાપડના વેપારીઓએ વિરોધ (Textile merchant protest) કર્યો હતો. હવે પહેલી જાન્યુઆરી 2022થી કાપડ પર જે GST લાગતો હતો તે જ લાગશે. એટલે કે તેમાં વધારો કરવામાં નહીં આવે. રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના વિરોધને પગલે GST પર વધારો હાલ ટાળી દેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના GST વધારાના નિર્ણય પર વેપારી વર્ગ નારાજ થઈ દાવો કર્યો હતો કે, તેનાથી વેપાર ઓછો થશે, વિદેશી કપડાનું વેચાણ વધારે થશે અને ટેક્સની ચોરી પણ વધશે.

GST વધારાનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, GST વધારા (GST Hike on Textile)નો ભાર ગ્રાહકો પર આવશે. GST વધારાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ટેક્ષટાઈલસીટી સુરત અને રાજકોટ સહિતના શહેરમાં વેપારીઓએ બંધ પાળીને GST વધારાનો વિરોધ કર્યો હતો. ત્યારે શુક્રવારે એટલે કે આજે GST કાઉન્સિલની 46મી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેક્સ રેટને પરત ખેંચવા અરજી

આ પણ વાંચો:GST hike on textile: સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 12 ટકા GST પરત લેવા સરકારને રજુઆત, નહિ તો ઉગ્ર આંદોલનની ચીમકી

ABOUT THE AUTHOR

...view details