નવી દિલ્હી:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 11 જુલાઈના રોજ મળનારી બેઠકમાં સ્ત્રોત પર ટેક્સ કલેક્શન (TCS) પર સ્પષ્ટતા થવાની સંભાવના છે. જ્યાં ઓનલાઈન ઓર્ડરમાં એક કરતાં વધુ ઈ-કોમર્સ કંપનીઓ સામેલ છે. તે કોના દ્વારા કાપવા જોઈએ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠકમાં ONDC પર ચર્ચા થવાની અપેક્ષા છે.
જટિલ મુદ્દા પર નિર્ણય:ONDC હેઠળ, ખરીદદાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ઓર્ડર આપે છે, જે પોતે અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી માલ ખરીદે છે. આના કારણે અધિકારીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે કે આમાંથી કોની ટીસીએસ કાપ મૂકશે. GST કાઉન્સિલ તારીખ 11 જુલાઈના રોજ તેની બેઠકમાં આ જટિલ મુદ્દા પર નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત, કાઉન્સિલ વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો મુદ્દો પણ ઉઠાવી શકે છે, જેનો દાવો વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ બાબતોની જાહેરાત:કાઉન્સિલ એક નવા નિયમનો મુસદ્દો તૈયાર કરી શકે છે. કે જેના હેઠળ એન્ટિટી દ્વારા તેમના દ્વારા દાવો કરાયેલ વધારાના ITC વિશે પૂછપરછ કરી શકાય. સૂત્રોએ જણાવ્યું કે તેમને વધારાની રકમ સરકારમાં જમા કરાવવા માટે પણ કહેવામાં આવી શકે છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ GST કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ છે અને તેઓ 11 જુલાઈએ યોજાનારી બેઠકમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોની જાહેરાત કરી શકે છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ:કાલે એટલે કે 11 જુલાઈના રોજ મળવાની મિંટગ છે, સ્ત્રોત પર એકત્રિત કર (ટીસીએસ) ખરીદનાર દ્વારા અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કાપવામાં આવે કે નહીં. જેમની પ્રોડક્ટઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પ્લેટફોર્મ હેઠળ ખરીદવામાં આવી છે.તેની તમામ ચર્ચા કરવામાં આવશે.
- BBCના પ્રઝેંટરે સેક્સ્યુલ ફોટો બદલ ટીનેરને 45000 ડૉલર ચૂકવી દીધા, કંપનીએ એકને કર્યો સસ્પેન્ડ
- Stock Market Update : સેંસેક્સમાં 430 પોઈન્ટનો મોટો કડાકો, રેડ માર્કમાં રહ્યા આ સેક્ટર
- Deepak Parekh Retirement: 4 દાયકા સુધી HDFC સાથે સંકળાયેલા દીપક પારેખે નિવૃત્તિની કરી જાહેરાત