નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે સોમવારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ, કેસિનો અને હોર્સ રેસિંગના કુલ ટર્નઓવર પર 28 ટકાના દરે ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થો પર 18 ટકાના બદલે 5 ટકાના દરે GST વસૂલવાનું પણ નક્કી કર્યું છે.
ઓનલાઈન ગેમિંગ-હોર્સ રાઈડિંગ પર 28% ટેક્સ: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 50મી બેઠક મળી હતી. જેમાં જીએસટીમાં વધારા કે ઘટાડો કરાતાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે તો કેટલીક માટે વધારે પૈસા ચુકવવા પડશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સૌથી વધારે પૈસા ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ માટે ચુકવવા પડશે. કારણ કે આ તમામ સેવાઓ માટેના જીએસટી ટેક્સ વધારીને 28 ટકા કરાયો છે. ટેક્સ સંપૂર્ણ કિંમત પર લગાવવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રમતોમાં કૌશલ્યની જરૂર છે કે તે તક પર આધારિત છે તેના આધારે કર લાદવામાં આવશે.
GSTમાંથી મુક્તિ: જીએસટી કાઉન્સિલે દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલ મેડિકલ ફૂડ પ્રોડક્ટ્સ (એફએસએમપી)ની આયાત પર જીએસટીમાંથી રાહત આપવાનો નિર્ણય પણ કર્યો છે.સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં કેન્સરની સારવારની દવાઓ અને દુર્લભ રોગોમાં વપરાતી દવાઓને GSTમાં રાહત પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાઉન્સિલે ખાનગી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ લોન્ચિંગ સેવાઓને GSTમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લીધો હતો.
વાહનમાં ત્રણ માપદંડો જરૂરી:GST દર સિવાય સેસ વસૂલવા માટે વાહનમાં ત્રણ માપદંડ રાખવામાં આવ્યા છે. SUV તરીકે લોકપ્રિય હોવી જોઈએ, લંબાઈમાં ચાર મીટર કે તેથી વધુ હોવી જોઈએ, તેની એન્જિન ક્ષમતા 1,500 cc કે તેથી વધુ હોવી જોઈએ અને વજન વિના લઘુત્તમ 'ગ્રાઉન્ડ ક્લિયરન્સ' 170 mm હોવી જોઈએ.
- GST Collection in June: જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડને પાર
- Gst વળતર પેટે કેન્દ્ર સરકારે ગુજરાતને 9021 કરોડ ચુકવતા મુખ્યપ્રધાન પટેલે આભાર માન્યો