ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GST Collection: સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો, સતત ચોથા મહિને 1.60 લાખ કરોડને પાર

દેશમાં GST કલેક્શન સપ્ટેમ્બરમાં 10 ટકા વધીને 1.62 લાખ કરોડથી વધુ થયું છે. નાણાં મંત્રાલયે પોતાના નિવેદનમાં આ જાણકારી આપી છે.

GST Collection
GST Collection

By PTI

Published : Oct 1, 2023, 8:00 PM IST

નવી દિલ્હી: દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 1.62 લાખ કરોડથી વધુ થયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથો મહિનો છે જ્યારે ટેક્સ કલેક્શન 1.6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. ગયા મહિને GSTની કુલ આવક 1,62,712 કરોડ હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી 29,818 કરોડ, સ્ટેટ જીએસટી 37,657 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી 83,623 કરોડ અને સેસ 11,613 કરોડ હતો.

વાર્ષિક ધોરણે આંકડો 11 ટકા વધુ:નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2023માં GST કલેક્શન ગયા વર્ષના સમાન મહિનામાં 1.47 લાખ કરોડ રૂપિયા કરતાં 10 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડના આંકડાને વટાવી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર)માં GST કલેક્શન 9,92,508 કરોડ હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 11 ટકા વધુ છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2023 દરમિયાન સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન 1.65 લાખ કરોડ હતું. વાર્ષિક ધોરણે આ આંકડો 11 ટકા વધુ છે.

આગામી મહિનાઓ માટે સારો સંકેત: કેપીએમજીના પરોક્ષ કરના વડા અભિષેક જૈને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2017-18 માટે સામાન્ય મર્યાદાનો સમયગાળો 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો હતો અને આ સમયગાળા માટેના કર મુદ્દાઓનું સમાધાન આ વધારામાં ફાળો આપી શકે છે. જો કે હવે 1.6 લાખ કરોડથી વધુનું કલેક્શન સામાન્ય જણાય છે અને તહેવારોની સીઝન નજીક આવતાં વધુ વધારો જોવા મળી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર એમએસ મણિના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર GST કલેક્શન તહેવારોની સિઝનના આગામી મહિનાઓ માટે સારો સંકેત છે અને અર્થતંત્રમાં ઉછાળો દર્શાવે છે.

  1. GSRTC News: ગુજરાત રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ નિગમે અશોક લેલેન્ડ કંપનીને 1,282 બસોનો ઓર્ડર આપ્યો
  2. Online Gaming: 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગમાં થવા જઈ રહ્યા છે ફેરફાર, જાણો શું થશે બદલાવ

ABOUT THE AUTHOR

...view details