નવી દિલ્હીઃચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કેન્દ્ર સરકાર માટે સારી સાબિત થઈ રહી છે. નાણા મંત્રાલયે (Finance Ministry ) ગુરુવારે ઓગસ્ટ મહિનામાં GST કલેક્શનના આંકડા (GST Collection in August ) રજૂ કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 28 ટકા વધીને રૂપિયા 1.43 લાખ કરોડ થયું છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂપિયા 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. આર્થિક પુનરુત્થાનથી GST આવક પર સકારાત્મક અસર થઈ રહી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં પ્રાપ્ત થયેલી રૂપિયા 1,12,020 કરોડની આવક કરતાં 28 ટકા વધુ છે.
આ પણ વાંચોઃstock market india શેરબજારમાં ફરી ધબડકો