ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 15ના મોત, 6 ઘાયલ - maharashtra news

મહારાષ્ટ્રમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ થયાની માહિતી મળી છે. જલગાંવ જિલ્લામાં થયેલી ઘટનામાં ટ્રકમાં સવાર 15 મજૂરોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયાં છે.

accident
accident

By

Published : Feb 15, 2021, 8:47 AM IST

Updated : Feb 15, 2021, 10:50 AM IST

  • મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત
  • ટ્રકમાં સવાર 15 મજૂરોના મોત, જ્યારે 6 લોકો ઘાયલ
  • તમામ મજૂરો રાવેર તહસીલના અભોડાના રહેવાસી

જલગાંવ : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક ટ્રક દુર્ઘટનામાં 15 મજૂરોના મોત થયાં છે. આ અકસ્માત યાવલ તહસીલના કિંનગાંવ નજીક થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત

સંતુલન બગડતાં ટ્રક પલટી ખાઈ ગયો

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ટ્રક ધુલેથી પપૈયા લઇને રાવર તરફ જઇ રહ્યો હતો, ત્યારે સંતુલન બગડતાં ટ્રક કિંનગાવ નજીક પલટી ખાઈ ગયો હતો.

ટ્રકમાં સવાર 21 મજૂરો પૈકી 15ના મોત જ્યારે 6 ઘાયલ

અકસ્માતમાં ટ્રક સવાર 15 મજૂરોનાં મોત થયાં હતાં, જ્યારે ટ્રક પર કુલ 21 મજૂરો સવાર હતાં. તમામ મજૂરો રાવેર તહસીલના અભોડામાં રહેતા હતા.

Last Updated : Feb 15, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details