ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હળ ખેંચતા બળદનું ભારણ ઘટાડવા યુવાનોને આવ્યો આવો મસ્ત આઈડિયા - Automobile Engineering Maharashtra

કૃષિ ક્ષેત્રમાં આવેલા કેટલાક (Agriculture Research) પરિવર્તન ઘણી વખત ભલભલા વ્યક્તિને વિચારતા કરી દે છે. પણ આ સાહસ અને નવું કરવાની ધગશ (Farming Instruments) જેની પાસે હોય છે એ કોઈ વૈજ્ઞાનિક નહીં. પણ સાવ સામાન્ય વ્યક્તિ હોય છે. ક્યારેક પાકમાં વૈવિધ્ય લાવે છે તો ક્યારેક ખેતિના ઓજારોમાં સરળતા અને સુવિધા ઊભી કરવા માટે ધરતીપુત્ર મહેનત કરતા હોય છે.

હળ ખેંચતા બળદનું ભારણ ઘટાડવા યુવાનોને આવ્યો આવો મસ્ત આઈડિયા
હળ ખેંચતા બળદનું ભારણ ઘટાડવા યુવાનોને આવ્યો આવો મસ્ત આઈડિયા

By

Published : Jul 18, 2022, 3:41 PM IST

અદીલાબાદઃમહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી એક વ્યક્તિએ ખેતિ કરતા બળદ પરનું ભારણ ઘટાડવા માટે નવો આઈડિયા (Instrument to reduced load of bull) અપનાવ્યો છે. આ નવું સાહસ જોઈને સૌ કોઈ વિચારતા થઈ ગયા છે. મહારાષ્ટ્રના ઇસ્લામપુરના કેટલાક વિદ્યાર્થીઓએ કૃષિલક્ષી સમસ્યાઓ હલ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચોઃ PM મોદી પછી હવે આ કેન્દ્રિય પ્રધાનનો મોર સાથે વીડિયો થયો વાઈરલ

યુવાનોનો પ્રોજેક્ટઃ સૌરભ ભોસલે, આકાશ કદમ, નિખિલ થિપાયલે, આકાશ ગાયકવાડ અને ઓમકાર મિરાજકર જેઓ ત્યાં RITમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો (Automobile Engineering Maharashtra) અભ્યાસ કરે છે. મહારાષ્ટ્રમાં 200 સુગર મિલો (Sugar Mills in Maharashtra) છે. નજીકના ગામોના ખેડૂતો શેરડીને ફેક્ટરીઓ સુધી પહોંચાડવા માટે સેંકડો ગાડીઓનો ઉપયોગ કરે છે.

શું કર્યું નવુંઃકૉલેજ જતી વખતે, તેઓ ઘણીવાર રસ્તા પર બળદની સમસ્યાઓ જોતા હતા. ગાડાનું વજન ખેંચી ન શકતા બળદ હાંફી જતા હતા. તેઓએ આ જ વાત પ્રો. સુપ્રિયાને કહી અને તેમના વિચારો તેમની સાથે શેર કર્યા. પ્રોફેસરે એવા ઉપકરણો બનાવવા પર ધ્યાન આપવા કહ્યું જે ખરેખર બળદનું ભારણ ઘટાડી શકે. આ પ્રોજેક્ટને સારથી નામ આપવામાં આવ્યું હતું. જેમાં પછીથી થર્ડ રોલિંગ સપોર્ટર તૈયાર કરવામાં આવ્યું. જેને બળદ ગાડાની ઝૂંસરીની બંને બાજુએ બાંધવામાં આવે છે.

આ પણ વાંચોઃ હિજાબ વિવાદઃ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીને હળધૂત કરાઈ

બે બળદ વચ્ચે વ્હીલઃબે બળદ વચ્ચે એક વ્હીલ ઝૂંસરી સાથે જોડાયેલું હતું. તેને ત્રીજા રોલિંગ સપોર્ટર તરીકે ઓળખવમાં આવ્યું. આ ઉપકરણને ઢોર સાથે જોડવાથી તે ઢોર પર બોજ નાખ્યા વિના સરળતાથી આગળ વધે છે. આ સીઝનમાં ખેડૂતોને પૂરેપૂરો ટેકો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું સમજાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details