ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ramoji Film City: પ્રવાસીઓ માટે ખૂલ્યા દરવાજા....મનોરંજન શરુ - રામોજી ફિલ્મ સિટી

વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી (World's Biggest film city), રામોજી ફિલ્મ સિટી (Ramoji Film City) જે અમર્યાદિત મનોરંજન (Limitless Entertainment) આપે છે તેણે 8 ઑક્ટોબર, શુક્રવારના રોજ પ્રવાસીઓ માટે રામોજી ફિલ્મ સિટીએ પોતાના દરવાજા (Ramoji film city Reopen) ખોલી દીધા છે. પ્રવાસીઓની પ્રથમ બેચનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં (Corona virus) ઘણાં લાંબા વિરામ બાદ પ્રવાસીઓને આવકારવા કોરોના કોવિડ પ્રોટોકોલ (Covid Protocol)નું પાલન કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસીઓ માટે ખૂલ્યા દરવાજા.
પ્રવાસીઓ માટે ખૂલ્યા દરવાજા.

By

Published : Oct 8, 2021, 10:37 PM IST

  • 8 ઑક્ટોબરથી રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓ માટે ફરી ખૂલી
  • પહેલા જ દિવસે હજારો પ્રવાસીઓએ મુલાકાત લીધી
  • કોરોના પ્રોટોકોલનું રાખવામાં આવી રહ્યું છે ખાસ ધ્યાન

હૈદરાબાદ: વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી (World's biggest film city), રામોજી ફિલ્મ સિટી (Ramoji Film City) જે અમર્યાદિત મનોરંજન આપે છે તેણે 8 ઑક્ટોબર, શુક્રવારના રોજ પ્રવાસીઓ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. પ્રવાસીઓની પ્રથમ બેચનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુલાકાતી પ્રવાસીઓની સલામતી માટે કડક કોવિડ પ્રોટોકોલ (Covid Protocol)નું પાલન કરવામાં કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસીઓ માટે ખૂલ્યા દરવાજા.

પહેલા જ દિવસે હજારો પ્રવાસીઓ આવ્યા

કોરોના વાઈરસને (Corona virus) લીધે કેટલાક મહિનાઓના સખ્ત લોકડાઉન અને ટ્રાવેલ પ્રતિબંધો બાદ પ્રવાસીઓ રામોજી ફિલ્મ સિટીમાં અદ્ભુત મૂવી સેટ, આકર્ષક દ્રશ્યો અને અન્ય મનોરંજનનો અનુભવ કરવા માટે ફરી આવવા લાગ્યા છે. રામોજી ફિલ્મ સિટીના દરવાજાઓ ફરી ખૂલી ગયા છે અને તેના પહેલા જ દિવસે હજારો પ્રવાસીઓ મુલાકાતે આવ્યા, જે ફિલ્મ સિટીની મુલાકાત માટે તેમનો ક્યારેય ન ખત્મ થનારો ઉત્સાહ દર્શાવે છે.

સ્વાગતની ઉજવણી કરતા પ્રવાસીઓ

કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા

જો કે કોરોના મહામારી (Corona virus) નો ડર ધીરેધીરે દૂર થઈ રહ્યો છે, ફિલ્મ સિટીએ તેના તમામ મનોરંજન ઝોનમાં પ્રવાસીઓની સ્વચ્છતા અને સલામતીને સુનિશ્ચિત કરવા બધા જ પગલાં લીધા છે. કડક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જગ્યા નિયમિત રીતે સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને કોઈપણ પ્રકારની સહાયતા માટે ખાસ પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓ પણ ખડેપગે કરાયા છે.

LIVE ડાન્સ

બાળકો માટે વિશિષ્ટ પ્લે ઝોન

કોરોના સંક્રમણને રોકવા માટે સાવધાની રાખતા કેટલાક મહિનાઓ બંધ કર્યા પછી ફિલ્મ સિટીના કલાકારો ફરી એકવાર પરફોર્મ કરી રહ્યા છે. લાઇવ ડાન્સ, વાઇલ્ડ વેસ્ટ સ્ટંટ શો અને મુખ્ય આકર્ષણ બ્લેકલાઇટ શો, એનિમેશન અને સ્ટેજ પરફોર્મન્સનું સંયોજન- બધુ જ ધમાકેદાર રીતે પાછું ફર્યું છે. બાળકો માટે વિશિષ્ટ પ્લે ઝોન સંપૂર્ણ સલામતીનાં પગલાં સાથે તૈયાર કરવામાં આવ્યા છે. મોટા બોર્ડ પર સાપ અને સીડી, વિદેશી એવિઅન પ્રજાતિઓ સાથેના પક્ષી ઉદ્યાન, બટરફ્લાય પાર્ક બધું જ મુલાકાતીઓને આવકારવા માટે ખુલ્લું છે.

કિડ્સ પાર્ક ગેલેરી

'બાહુબલી' ફિલ્મનો સેટ આકર્ષણનું કેન્દ્ર

તો વિન્ટેજ બસો પ્રવાસીઓને આ આકર્ષક સ્થાનો અને ઐતિહાસિક સ્મારકોથી લઇ જાય છે. પ્રવાસીઓ જોઇ શકે તે માટે અકબંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ બાહુબલી સેટની (bahubali set design) મુલાકાત લેવા માટે પ્રવાસીઓ રોમાંચિત છે.

જાદુઈ દુનિયામાં પ્રવાસ

રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદના સૌથી વધુ જોવાતા પ્રવાસન સ્થળોમાંનું એક છે અને જે પણ લોકો આ શહેરમાં આવે તેમણે રામોજી ફિલ્મ સિટીની મુલાકાત અચૂકથી લેવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details