ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GRAM PANCHAYAT ELECTION 2021: સરપંચ અને સભ્યોના ભાવિ મતદાન પેટીમાં કેદ - POLLING FOR GRAM PANCHAYAT ELECTIONS

GRAM PANCHAYAT ELECTION 2021
GRAM PANCHAYAT ELECTION 2021

By

Published : Dec 19, 2021, 6:54 AM IST

Updated : Dec 19, 2021, 8:15 PM IST

18:24 December 19

દ્વારકા જિલ્લાના રાણપરડા ગામે ચાલુ મતદાને થયું ઉમેદવારનું મૃત્યું

  • દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામે ચાલુ મતદાને થયું ઉમેદવારનું મૃત્યું
  • વોર્ડ નમ્બર 3 ના મહિલા ઉમેદવાર ટમુબેન ભગત મોઢવાડીયાનું ચાલુ મતદાને મોત
  • ઉમેદવારનું મોત થતાં ચૂંટણી પ્રક્રિયા થશે રદ્દ

17:17 December 19

લીંબડીના બોરણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર

બોરણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર

બન્ને પક્ષના સરપંચ - સમર્થકો વચ્ચે થઇ માથાકૂટ

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ, મતદાન બંધ કરવામાં આવ્યું

સમજાવટના દોર બાદ અંતર 15 મિનિટ બાદ મતદાન શરૂ કરાયુ

16:09 December 19

3 વાગ્યા સુધીનું સરરાશ મતદાન - પાટણ - 65.18 ટકા , વાપી - 50.74 ટકા મતદાન

રાજ્યમાં 3 વાગ્યા સુધીનું સરરાશ મતદાન

વાપી - 50.74 ટકા

જામનગર - 48 ટકા

પાટણ - 65.18 ટકા

પોરબંદર - 51.49 ટકા

કચ્છ - 56.17 ટકા

15:11 December 19

સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન

સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન

મથાવડા પોતાના ગામે પરિવાર સાથે કર્યું મતદાન

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે ભારતીબેન શિયાળ

15:06 December 19

શિહોલી મોટી ગામમાં મતદારો પલોઠી વાળીને મત આપવા બેઠા

  • ગાંધીનગરના શિહોલી મોટી ગામમાં મતદારો પલોઠી વાળીને મત આપવા બેઠા
  • તંત્રની કામગીરી ઉપર મતદારોનો રોષ
  • કલાકો બાદ લાઈનમાં ઊભા રહ્યા બાદ ઘર તરફ થયા રવાના

14:07 December 19

બનાસકાંઠામાં 41.57 ટકા મતદાન

રાજ્યમાં 1 વાગ્યા સુધીનું સરરાશ મતદાન

  • બનાસકાંઠામાં - 41.57 ટકા
  • વલસાડ - 32.85 ટકા
  • પોરબંદર - 35 .86 ટકા
  • મહેસાણા - 44.38 ટકા
  • કચ્છ - 43.73 ટકા
  • નવસારીમાં - 41.01 ટકા
  • મહીસાગર - 37.57
  • દ્વારકા - 37.87 ટકા
  • કચ્છ - 43.73 ટકા

13:13 December 19

નર્મદામાં 12 વાગ્યા સુધીમાં કુલ 30 ટકા મતદાન

  • નર્મદામાં 12 વાગ્યા સુધીમાં કુલ 30 ટકા મતદાન
  • દ્વારકામાં 12 વાગ્યા સુધીમાં 56 ટકાથી વધુ મતદાન
  • વડોદરા જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં 28.73 ટકા મતદાન
  • ગાંધીનગરમાં 12 વાગ્યા સુધીમાં 21.73 ટકા મતદાન થયું

13:10 December 19

અરવલ્લીના બડોદરામાં ચૂંટણી પ્રક્રિયામાં ઘર્ષણ

  • અરવલ્લીના બડોદરામાં ચૂંટણી પ્રક્રિયામાં માથાકૂટ
  • સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ ઉઠતા મામલો બિચક્યો
  • ઉમેદવારો તેમજ સમર્થકો રજૂઆત કરવા પહોંચ્યા પણ તેમની વાત ન સાંભળવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • ટોળુ થતાં પોલિસની ટીમ બડોદરા પહોંચી
  • વધુ પૉલિસ ટીમ મંગાવવાની તજવીજ હાથ ધરાઇ
  • પૉલિસે લાઠીચાર્જ કર્યો હોવાનો સ્થાનિક લોકોએ કર્યો આક્ષેપ

12:40 December 19

કચ્છ જિલ્લામાં 11 વાગ્યા સુધી 24.79 ટકા મતદાન થયું

  • કચ્છ જિલ્લામાં 11 વાગ્યા સુધી 24.79 ટકા મતદાન થયું
  • પોરબંદરમાં 11 કલાક સુધીનું મતદાન 20.3 ટકા મતદાન
  • રાજકોટમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25 ટકા મતદાન
  • ભાવનગર જિલ્લામાં 11 વાગ્યા સુધી 22.57 ટકા મતદાન
  • ખેડામાં 11 વાગ્યા સુધી 25.31 ટકા મતદાન
  • નવસારીમાં 11 વાગ્યા સુધીમાં કુલ 24.73 ટકા મતદાન
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.37 ટકા મતદાન

12:11 December 19

રાજકોટના વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ સાથે સંઘર્ષ

  • રાજકોટના વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ સાથે સંઘર્ષ
  • મતદાર મોબાઈલ સાથે મતદાનમથકના પ્રવેશ મુદ્દે પોલીસે માર્યો માર
  • મતદાર સાથે પોલીસના મતદાન મથક બહાર ઝપાઝપીના વીડિયો આવ્યા સામે
  • પોલીસે મતદારને પોલીસ વાનમાં બેસાડી કર્યો ડિટેન

11:40 December 19

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે કર્યું મતદાન

  • સાબરકાંઠામાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે કર્યું મતદાન
  • તલોદના ઉજેડીયા ગામે વક્તાપુર પ્રાથમિક શાળામાં કર્યું મતદાન.
  • રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું કે, ગામના વિકાસમાં સરપંચનું સ્થાન અનેરું, વિકાસની રાજનીતિને મળવું જોઈએ પ્રાધાન્ય

11:18 December 19

સુરતમાં કૃષિ પ્રધાન મુકેશ પટેલે કર્યું મતદાન

  • સુરતમાં કૃષિ પ્રધાન મુકેશ પટેલે કર્યું મતદાન
  • પ્રધાને નધોઇ ગામે ખાતે કર્યુ મતદાન
  • પરિવાર અને પેજ પ્રમુખ સાથે કર્યું મતદાન

10:25 December 19

વાપી તાલુકામાં 7.30 ટકા તો ભાવનગરમાં 8.72 ટકા મતદાન

  • અમદાવાદ જિલ્લામાં ૯ વાગ્યા સુધી કુલ ૯.૨૩ ટકા મતદાન
  • વાપી તાલુકામાં 7 થી 9 બે કલાકમાં સરેરાશ 7.30 ટકા મતદાન નોંધાયું
  • પાટણ જિલ્લામાં સવારે 7 થી 9 વાગ્યા સુધી નોંધાયું 10 ટકા મતદાન
  • પોરબંદર જિલ્લામાં નોંધાયું 6.46 ટકા મતદાન
  • ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતમાં સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 8.72 ટકા મતદાન
  • ખેડા જિલ્લામાં સવારે 7 થી 9માં કુલ 8.41 ટકા મતદાન નોંધાયુ
  • તાપી જિલ્લાના સાત તાલુકામાં ગ્રામ પંચાયતમાં સરેરાશ 8.96 ટકા મતદાન
  • કચ્છ જિલ્લામાં સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 8.56 ટકા મતદાન થયું
  • વડોદરા જિલ્લામાં 9 વાગ્યા સુધી 7.74 ટકા મતદાન
  • નવસારી જિલ્લામાં 9 વાગ્યા સુધી માં 10.04 ટકા મતદાન
  • દ્વારકા જિલ્લામાં નોંધાયું 2.65 ટકા મતદાન નોંધાયું
  • મોરબી જિલ્લામાં જિલ્લામાં 9.39 ટકા થયું મતદાન
  • રાજકોટમાં 9 વાગ્યા સુધીમાં 10 ટકા જેટલું થયું મતદાન

10:25 December 19

ગાંધીનગર જીલ્લાના 213 મતદાન મથકે રસીકરણની કામગીરી પણ કરાશે

  • ગાંધીનગર જીલ્લાના 213 મતદાન મથકે રસીકરણની કામગીરી પણ કરાશે
  • જે લોકો રસી લેવામાં બાકી છે તેમને પોલિંગ બુથ પર જ અપાશે રસી
  • ખાસ કરીને બીજા ડોઝનો સમયગાળો વિતી ચૂક્યો છે તે લોકો માટે વ્યવસ્થા

10:10 December 19

પાટણ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન

  • પાટણ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથેગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન શરૂ
  • વહેલી સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
  • 456 મતદાન મથકો મોટા ભાગના બુથ પર વહેલી સવારથી મતદારોની લાગી કતાર

10:00 December 19

વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતેં કર્યું મતદાન

વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતેં કર્યું મતદાન

તાપી જિલ્લાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં વ્યારાના ધારાસભ્યએ મતદાન કર્યું

વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતેં મતદાન કરી લોકોને મતદાન કરવાની કરી અપીલ

કરંજવેલ ગ્રામપંચાયતની બેઠક માટે સરપંચ અને સભ્યપદ માટે મતદાન કર્યું

09:54 December 19

સુરતના ઓલપાડના કુદસદ ગ્રામ પંચાયતની ચૂંટણીને અંગે મતદારોમાં ઉત્સાહ

  • સુરતના ઓલપાડના કુદસદ ગ્રામ પંચાયતની ચૂંટણીને અંગે મતદારોમાં ઉત્સાહ
  • સવારથી જોવા મળી લાંબી લાઈનો
  • કુદસદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4,5,6 યોજાયું મતદાન
  • કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • 7થી9 વાગ્યા સુધી 9.24% મતદાન થયું

09:11 December 19

ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી

  • ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી
  • સરપંચ પદ માટે 415 તેમજ વોર્ડ સભ્યોની 1333 બેઠકો માટે યોજાઈ રહ્યું છે મતદાન
  • કુલ 9,93,560 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

08:59 December 19

વલસાડ જિલ્લામાં 327 પૈકી 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ

  • વલસાડ જિલ્લામાં 327 પૈકી 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ
  • વાપીમાં 23 ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી મતદાન બુથ પર મતદારોની ભીડ ઉમટી
  • કુલ 303 ગ્રામ પંચાયતમાં 815 સરપંચ, 2150 વોર્ડ સભ્યો માટે 5200 જેટલા ઉમેદવારો મેદાને
  • ચૂંટણીની કામગીરી માટે 5298 પોલિંગ સ્ટાફ અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વલસાડ જિલ્લામાં 1409 હોમગાર્ડ અને પોલીસ જવાનો, પોલીસ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યો
  • વલસાડ જિલ્લામાં કુલ 7,87,298 મતદારો આજે મત આપીને સરપંચને ચૂંટશે

08:54 December 19

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંયાયતની ચૂંટણીનું મતદાન શરૂ

  • પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંયાયતની ચૂંટણીનું મતદાન શરૂ
  • જિલ્લામાં 350 ગ્રામપંચાયતોની યોજાઈ રહી છે ચૂંટણી
  • વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા

08:49 December 19

વિપક્ષ નેતા સુખરામ રાઠવા એ કવાંટ તાલુકાના જામલી ગામે કર્યું મતદાન

  • છોટા ઉદેપુર જિલ્લામાં 237 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7 ગ્રામ પંચાયત સમરસ બની
  • વિપક્ષ નેતા સુખરામ રાઠવા એ કવાંટ તાલુકાના જામલી ગામે કર્યું મતદાન
  • આવનારી વિધાન સભાની ચૂંટણીમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજાઇ તેવી માંગ કરી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ
  • 230 ગ્રામ પંચાયતની સમાન્ય અને 2 ગ્રામ પંચાયત મળી કુલ 232 ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી

08:43 December 19

વડોદરા જિલ્લામાં મતદારોને સેનેટાઈઝીગ કરી સાથે માસ્ક પણ પહેરાવવામાં આવ્યા

  • સવારથી લોકોની ભીડ મતદાન કેન્દ્ર પર જોવા મળી
  • વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની 24 ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનનો પ્રારંભ
  • અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવાયો
  • મતદારો મત આપીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
  • મતદારોને સેનેટાઈઝીગ કરી સાથે માસ્ક પણ પહેરાવવામાં આવ્યા
  • વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો પ્રારંભ
  • વડોદરા જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી
  • વડોદરા જિલ્લામાં સરપંચ માટે 849 અને વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો મેદાનમાં
  • વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો
  • 2,21,222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય 1 મતદાર સહિત કુલ 4,28,602 મતદારો નોધાયા

08:38 December 19

ભાવનગર જિલ્લામાં સવારથી લોકોની ભીડ મતદાન કેન્દ્ર પર જોવા મળી

  • ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોમાં સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ
  • સવારથી લોકોની ભીડ મતદાન કેન્દ્ર પર જોવા મળી
  • 5 લાખ કરતા વધુ મતદારો પોતાનો કિમતી મત આપશે
  • જિલ્લાની 70 ગ્રામ પંચાયતો બિનહરીફ થઇ હતી

08:35 December 19

કચ્છ જિલ્લામાં 285 સંવેદનશીલ તથા 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો

  • કચ્છ જિલ્લામાં 361 જેટલી ગ્રામ પંચાયતો હરીફાઈમાં
  • જિલ્લામાં કુલ 900 જેટલા મતદાન મથકોની કરવામાં આવી ગોઠવણી
  • જિલ્લામાં કુલ 6,69,325 જેટલા મતદારો જેમાં 3,41,198 પુરુષ અને 3,28,122 જેટલા મહિલા મતદારો તેમજ 5 અન્ય મતદારો નોંધાયા
  • 4,765 જેટલો પોલિંગ સ્ટાફ અને 1814 જેટલો પોલીસ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી
  • 285 સંવેદનશીલ તથા 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો
  • 339 સરપંચની બેઠકો માટે હરીફાઈ યોજાશે તથા 1880 જેટલા વોર્ડના સભ્યો માટે મતદાન શરૂ કરાયું

08:25 December 19

ગાંધીનગર જિલ્લામાં 179 ગ્રામ પંચાયતોમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી

  • ગાંધીનગર જિલ્લાની 156 ગ્રામ પંચાયતોમાં મતદાન શરુ
  • 179 ગ્રામ પંચાયતોમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી
  • સરપંચ પદ પર 539 ઉમેદવારો તેમજ વોર્ડની 578 બેઠક પર 1323 ઉમેદવારો મેદાનમાં
  • 2,09,767 પુરુષ ઉમેદવારો, 2,00,339 મહિલા ઉમેદવારો મત આપશે
  • 497 મતદાન મથકો, 566 મતદાન પેટીઓ ઉપયોગમાં લેવાઈ અને 287 અવેજીમાં રખાઈ
  • 39 ચૂંટણી અધિકારી અને 39 મદદનીશ ચુંટણી અધિકારી નિમાયા
  • 3379 પોલિંગ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી

08:20 December 19

બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ

  • બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ
  • સરપંચ માટે કુલ 1877 ઉમેદવારો અને સભ્ય માટે 4563 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જામશે જંગ
  • મતદાન પ્રક્રિયા માટે 9865 પુલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો
  • 156 રૂટ પર જોનલ ઓફિસર મતદાન પ્રક્રિયા પર રાખશે બાજ નજર
  • 2766 બેલેટ બોક્સની કરવામાં આવી ખાસ વ્યવસ્થા
  • ડીસામાં સરપંચ પદ માટે કુલ 301 ઉમેદવાર તેમજ સભ્યો માટે 498 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો
  • 8થી 9 ડીગ્રી ઠંડી વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી

08:16 December 19

મહિસાગર જિલ્લામાં 662 મતદાન મથકો પર 1786 મતદાન પેટીઓ મુકવામાં આવી

  • મહિસાગર જિલ્લામાં 256 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ
  • જિલ્લામાં કુલ 662 મતદાન મથકો પર મતદાન શરુ કરવામાં આવ્યું
  • 252 સરપંચના ઉમેદવારની બેઠક પર 1099 સભ્યો પર મતદાન શરુ
  • 2,42,322 સ્ત્રી અને 2,56,472 પુરુષ સહિત કુલ 4,98,764 મતદારો નોંધાયા
  • 662 મતદાન મથકો પર 1786 મતદાન પેટીઓ મુકવામાં આવી
  • ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરૂ કરાઇ

08:13 December 19

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૯૦ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાનનો થયો પ્રારંભ

  • સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 390 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાનનો થયો પ્રારંભ
  • ખેરાળી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોરોનાની ગાઇડલાઈન મુજબ મતદારો બેલેટ પેપર વડે કરી રહ્યા છે મતદાન
  • સરપંચ પદ માટે કુલ 379 ઉમેદવારો મેદાનમાં
  • વોર્ડના સભ્યો માટે કુલ 2938 ઉમેદવારો મેદાનમાં

08:10 December 19

રાજકોટ ગ્રામ પંચાયત ચૂંટણી બાબતે મેળવો માહિતી

  • રાજકોટ ગ્રામ પંચાયત ચૂંટણી બાબતે મેળવો માહિતી
  • કુલ 547 ગ્રામપંચાયતો માંથી 134 ગ્રામપંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી
  • રાજકોટની 413 ગ્રામ પંચાયત માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે
  • 358 સંવેદનશીલ મતદાન મથકો છે
  • જિલ્લાના 7,42,331 મતદારો કરશે તેમના મતાધિકારનો ઉપયોગ
  • 5501 જેટલો પોલિંગ સ્ટાફ હાજર છે
  • 144 ચૂંટણી અધિકારી અને 144 મદદનીશ ચૂંટણી અધિકારી પણ સતત ખડેપગે

08:02 December 19

અરવલ્લી જિલ્લામાં 631 મતદાન મથકો પર સામાન્ય ચૂંટણીનો જામ્યો જંગ

  • અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં 231 ગ્રામ પંચાયતમાં સરપંચની 201 બેઠકો તથા વોર્ડના સભ્યોની 1783 બેઠકો માટે ચૂંટણી પ્રકિયા શરૂ
  • જીલ્લામાં ૬૩૧ મતદાન મથકો પર સામાન્ય ચૂંટણી,
  • 57 મથકો પર પેટા ચૂંટણી
  • 06 મથકો પર મધ્યસત્રની ચૂંટણી
  • કુલ 694 મતદાન મથકો પર ચૂંટણી યોજાઇ રહી છે
  • જીલ્લાના 2,39,365 પુરુષો, 2,29,026 સ્ત્રીઓ તથા અન્ય 06 મળી કુલ 4,68,397 મતદારો મતદાન કરશે
  • ચૂંટણી માટે 1430 મત પેટીની સંખ્યા ફાળવવામાં આવી છે
  • ચૂંટણીમાં તમામ તાલુકામાં મળીને કુલ 3614 સ્ટાફની ફળવાની કરાવામાં આવી

07:52 December 19

સાબરકાંઠામાં 260 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો પ્રારંભ

  • સાબરકાંઠામાં 260 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો પ્રારંભ
  • 63 પેટા ગ્રામ પંચાયતમાં પણ જામ્યો છે જંગ
  • સરપંચ પદ માટે 224 ઉમેદવારો માટે 873 ઉમેદવારો માટે મતદાનની શરૂઆત
  • 882 વોર્ડ માટે 2298 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
  • 4093 જેટલો ચૂંટણી સ્ટાફ લાગ્યો ખડે પગે
  • ચાર લાખથી વધારે મતદારો આજે કરશે મતદાન

07:49 December 19

જામનગર જિલ્લાના ૧૧૮ ગામમાં મતદાન શરૂ

  • જામનગર જિલ્લાના 118 ગામમાં મતદાન શરૂ
  • 56 ચૂંટણી અધિકારી, 1692 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી
  • સરપંચ પદ માટે 116 અને સભ્ય માટે 697 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • 2 લાખ 6 હજાર મતદારો પોતાના મતાધિકાર આપશે

07:33 December 19

કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી અંગે જાણો...

  • કચ્છ જિલ્લામાં 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શરૂ થયું મતદાન
  • કચ્છ જિલ્લાના 10 તાલુકાના 900 મતદાન મથકો ઉપર શરૂ થયું મતદાન
  • શિયાળાની ગુલાબી ઠંડામાં મત આપવા માટે મતદારો ઉમટ્યા
  • લોકશાહીનો પર્વ ઉજવવા માટે મતદારો ભારે ઉત્સાહી

07:28 December 19

મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી

  • મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી
  • જિલ્લામાં કુલ 376 મતદાન મથકો પર મતદાન શરૂ કરાયું
  • 162 પૈકી 42 ગામો સમરસ થતા 107 ગામોમાં આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
  • 104 સરપંચ બેઠક સામે 315 સરપંચ પદના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે
  • 362 વોર્ડની બેઠકો સામે 844 ઉમેદવારો મેદાને
  • 207 સંવેદનશીલ અને 21 અતિ સંવેદનશીલ મતદાન મથકો
  • 2085 પોલિંગ સ્ટાફ અને 1600 પોલીસ કર્મીઓ તૈનાત
  • 137817 સ્ત્રી અને 286371 પુરુષ સહિત કુલ 286371 મતદારો મતદાન કરશે
  • ગુલાબી બેલેટ સરપંચ અને સફેદ બેલેટ સભ્ય પદના ઉમેદવારોના મતદાન માટે નક્કી કરાયા છે
  • બેલેટ પેપર થી મતદાન ની પ્રક્રિયા શરૂ કરાઇ

06:12 December 19

8,690 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન

  • રાજ્યમાં 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
  • સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 કરોડની વધુ નાગરીકો પોતાનો કિમતી વોટ આપશે
  • 23 હજારથી વધુ મતદાન મથકો ઉપર 37,451 મતપેટીઓ મુકવામાં આવી
Last Updated : Dec 19, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details