ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરલનાં મુખ્યપ્રધાને કહ્યું, પિયુષ ગોયલની ખ્રિસ્તી સાધ્વીઓ અંગેની ટિપ્પણી "શરમજનક" છે

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ઝાંસીમાં બે ખ્રિસ્તી સાધ્વીઓ સહિત કુલ 4 લોકો પર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હોવાના કેરલના મુખ્યપ્રધાન પી. વિજયનનાં નિવેદનને ફગાવ્યા બાદ પી.વિજયને આ ટિપ્પણીને શરમજમક ગણાવી હતી.

ગોયલની ખ્રિસ્તી સાધ્વીઓ અંગેની ટિપ્પણી "શરમજનક" છે
ગોયલની ખ્રિસ્તી સાધ્વીઓ અંગેની ટિપ્પણી "શરમજનક" છે

By

Published : Mar 30, 2021, 3:03 PM IST

  • ખ્રિસ્તી સાધવીઓ સહિત કુલ 4 લોકો પર ટ્રેન મુસાફરી દરમિયાન હુમલો
  • કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે આ ઘટના બજરંગ દળ દ્વારા કરાઈ હોવાની વાત ફગાવી
  • પિયુષ ગોયલ અને પી.વિજયન વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકીય વાતાવરણ ગરમાયું

કસારાગોડ: કેરલની એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી બે ખ્રિસ્તી સાધવીઓ સહિત કુલ 4 લોકો પર ઉત્તર પ્રદેશમાં ટ્રેન મુસાફરી દરમિયાન હુમલો થયો હોવાની વાત કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલે ફગાવી હતી. કેરલનાં મુખ્યપ્રધાન પી. વિજયને મંગલવારે કેબિનેટ પ્રધાનની આ વાતને 'શરમજનક' અને 'જુઠ્ઠાણુ' ગણાવ્યું હતું.

આ પણ વાંચો:કેન્દ્રીય એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએઃ સીએમ વિજયન

હુમલો થયો ન હતો, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ જોઈને જવા દેવાયા હતા

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ઝાંસીમાં બે ખ્રિસ્તી સાધ્વીઓ સહિત કુલ 4 લોકો પર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હોવાના કેરલના મુખ્યપ્રધાન પી. વિજયનનાં નિવેદનને ફગાવ્યા બાદ પી.વિજયને આ ટિપ્પણીને શરમજમક ગણાવી હતી. પ્રતિક્રિયા આપતા પી. વિજયને જણાવ્યુ હતું કે, કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલના મતે ઉત્તર પ્રદેશમાં ખ્રિસ્તી સાધ્વીઓ પર હુમલો થયો જ ન હતો. તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ જોઈને તેમને જવા દેવામાં આવ્યા હતા અને હુમલાખોરો ABVPના કાર્યકર્તાઓ હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે.

આ પણ વાંચો:ઈનાડુ-રામોજી ગ્રૂપ કેરળ પૂરગ્રસ્તોને આજે સવારે 121 મકાનો અર્પણ કરશે

કેન્દ્ર દ્વારા RSSના એજન્ડા લાગુ કરાતા હોવાના આક્ષેપો

કસારાગોડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પી.વિજયને જણાવ્યું હતું કે, તેમના(સાધ્વીઓ) પર એક એવા દેશમાં હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં તમામ લોકોને છૂટથી ફરવાનો અધિકાર છે. તેઓ સાધ્વી હોવાના કારણે હુમલો થવો એ શરમજનક બાબત છે. એક કેન્દ્રીય પ્રધાન સાધ્વીઓ પર ABVPના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલા હુમલાને ન્યાયી ઠેરવી રહ્યા છે, જે કેન્દ્રના RSSના એજન્ડાને લાગુ કરવામાં આવતા હોવાના પુરાવા છે. વિજયને ગૌમાંસના નામે લઘુમતી સમુદાયના સભ્યો પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગૌમાંસના નામે મુસ્લિમો પરના હુમલા સામે દેશભરમાં ઘણો વિરોધ થયો હતો. શું તેઓ બદલાયા છે? ના. જ્યારે તેમને કેટલીક સાધ્વી મળી ત્યારે તેમણે તેમના પર પણ હુમલો કર્યો."

ABOUT THE AUTHOR

...view details