- રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો
- રસીના બંને ડોઝ વચ્ચેનો સમયગાળાનો વિવાદ
- મોદીની જૂઠી શાખ બચાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયત્નઃRahul Gandhi
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે એન્ટી કોરોના ( Corona ) વાયરસ રસીઓની અછતને છુપાવવા માટે ભાજપના પરિચિત જૂઠ્ઠાણા અને સૂત્રોચ્ચારની જરૂર નથી, પરંતુ દેશના લોકોનું ઝડપી અને સંપૂર્ણ રસીકરણ ( Vaccination ) એ સમયની જરૂરિયાત છે.
કોંગ્રેસ નેતાએ એક સમાચારને ટાંકીને ટિ્વટ કરીને કહ્યું કે, 'દેશને તાત્કાલિક અને સંપૂર્ણ રસીકરણની ( Vaccination ) જરૂર છે. મોદી સરકારની નિષ્ક્રિયતાને લીધે રસીનો અભાવ છુપાવવા માટે ભાજપના રોજિંદા જૂઠ્ઠાણા અને નકામા સૂત્રોની નહીં!' રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાનની ખોટી શાખ બચાવવા માટે કેન્દ્ર સરકારની કોશિશ રહી છે જે કોરોના ( Corona ) વાયરસને પ્રોત્સાહન આપી રહી જે અને લોકોના જીવ લઇ રહી છે.