ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી કહ્યું- "સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર આપીને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે" - Women empowerment

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women Day 2022) દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસંગે ટ્વીટ કર્યું કે, 'આર્થિક સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળથી લઈને આવાસ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસ યાત્રામાં આપણી મહિલા શક્તિને આગળ રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં વધુ જોરશોરથી ચાલુ રહેશે.

PM મોદી કહ્યું- "સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર આપીને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે"
PM મોદી કહ્યું- "સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર આપીને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે"

By

Published : Mar 8, 2022, 1:11 PM IST

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women Day 20220) પર નારી શક્તિને વંદન કર્યું અને કહ્યું કે, કેન્દ્ર સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ (Women empowerment) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે કરી મુસાફરી

ભારતની વિકાસ યાત્રામાં મહિલા શક્તિને આગળ રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા

નાણાકીય સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળથી લઈને આવાસ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસ યાત્રામાં આપણી મહિલા શક્તિને આગળ રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, એમ તેમણે ટ્વીટ કર્યું હતું. આ પ્રયાસો આવનારા સમયમાં વધુ જોરશોરથી ચાલુ રહેશે.

આ પણ વાંચો:PM Modi to Speak Putin: પીએમ મોદીએ કરી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત

મહિલા દિવસ પર, હું નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને વંદન કરું છું : PM મોદી

અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, "મહિલા દિવસ પર, હું નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને વંદન કરું છું." ભારત સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છના ધોરડો ગામમાં સ્થિત મહિલા સંત શિબિરમાં આયોજિત સેમિનારને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.

ABOUT THE AUTHOR

...view details