ન્યૂ દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન લોકસભામાં બહુ પ્રતીક્ષિત સામાન્ય બજેટ 2021-2022 રજૂ કર્યું હતું. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ નાણાં પ્રધાને લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ ભારતની આર્થિક યોજનાઓને સંસદમાં રજૂ કર્યું હતું.
બજેટ 2021-22: આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના - નાણાપ્રધાન નિર્મલા સીતારામણ
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રના બજેટ વિશે વાત કરતાં કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય શાળાઓ ખોલવામાં આવશે. આ ઉપરાંત 100 નવી સૈનિક શાળાઓ ખોલવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રનું બજેટ
શિક્ષણ ક્ષેત્રના બજેટના મુખ્ય મુદ્દાઃ
- લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ માટે લેહમાં કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
- ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે.
- એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ બનાવવામાં આવશે.
- 15 હજાર આદર્શ શાળાઓ બનાવવામાં આવશે.
- 750 એકલવ્ય મૉડલ રહેણાંક શાળાઓ માટે કિંમત વધારવાની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારોમાં યુનિવર્સિટીઓ ખોલવામાં આવશે.
- 4 કરોડ દલિત વિદ્યાર્થીઓને લાભ મળશે.
- અનુસૂચિત જાતિના કલ્યાણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે નવો સુધારો કરવામાં આવશે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025-26 સુધી 35,219 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
Last Updated : Feb 1, 2021, 7:55 PM IST