- દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે નાણાં પ્રધાનનું નિવેદન
- કોરોના મહામારી વધવા છતા દેશમાં લોકડાઉન લાગૂ નહીં થાય
- દેશમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓનો આંકડો 1.36 કરોડ
નવી દિલ્હી: દેશમાં કાબૂ બહાર જઈ રહેલા કોરોનાના કેસ વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સ્પષ્પણે કહી દીધું છે કે, સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી અને મહામારી પર નિયંત્રણ મેળવવા માટે માત્ર સ્થાનિક સ્તરે જ નિયંત્રણના પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો:લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ
વિશ્વ બેન્કના અધ્યક્ષ સાથે યોજી બેઠક
વિશ્વ બેન્ક સમૂહના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતને વિકાસ માટે વધુ લોન આપવાના વર્લ્ડ બેન્કના નિર્ણયને વખાણ્યો હતો. વિત્ત મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, બેઠકમાં નાણાં પ્રધાને ભારતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે લાગૂ કરાયેલી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ તેમજ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ અંગે ચર્ચા કરી હતી. જ્યારે વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, માલપાસ અને નાણાં પ્રધાને વર્લ્ડ બેન્ક તથા ભારત વચ્ચે સિવિલ સેવાઓ, નાણાકીય ક્ષેત્રમાં સુધાર, જળ સંસાધન પ્રબંધન અને સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રો અંગે ચર્ચા પણ કરી હતી.