ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકા સંકટ પર આજે સર્વપક્ષીય બેઠક, સીતારમણ અને જયશંકર સાંસદોને આપશે માહિતી - PARTY MEETING ON SRI LANKAN CRISIS

કેન્દ્ર સરકારે શ્રીલંકા સંકટ પર મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી ( PARTY MEETING ON SRI LANKAN CRISIS) છે, જેમાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને એસ જયશંકર ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપશે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ આ માહિતી આપી.

શ્રીલંકા સંકટ પર આજે સર્વપક્ષીય બેઠક, સીતારમણ અને જયશંકર સાંસદોને આપશે માહિતી
શ્રીલંકા સંકટ પર આજે સર્વપક્ષીય બેઠક, સીતારમણ અને જયશંકર સાંસદોને આપશે માહિતી

By

Published : Jul 19, 2022, 12:49 PM IST

નવી દિલ્હી:કેન્દ્ર સરકારે શ્રીલંકાના સંકટ પર મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને એસ જયશંકર ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપશે. તમિલનાડુના પક્ષો દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ આર્થિક સંકટનો સામનો કરી રહેલા સંસદના ચોમાસુ સત્ર (parliament agenda today) પહેલા રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન પડોશી દેશની બાબતોમાં ભારતની દખલગીરીની માંગણી (PARTY MEETING ON SRI LANKAN CRISIS) કરી હતી.

ભારતના હસ્તક્ષેપની માંગ કરી:DMK અને AIADMK બંનેએ શ્રીલંકાની પરિસ્થિતિ (Parliament Monsoon Session LIVE) અને ખાસ કરીને તે દેશમાં તમિલ વસ્તી સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠક બાદ ડીએમકેના નેતા એમ થમ્બીદુરાઈએ કહ્યું કે, ભારતે શ્રીલંકાના સંકટના (all party meeting news today) ઉકેલ માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. ડીએમકેના નેતા ટીઆર બાલુએ પણ શ્રીલંકામાં વર્તમાન પરિસ્થિતિને ઉકેલવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન જોશીએ પત્રકારોને જણાવ્યું કે સરકાર શ્રીલંકાની સ્થિતિ પર મંગળવારે સર્વપક્ષીય બેઠક યોજશે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર કરશે.

આ પણ વાંચો:NEET પરીક્ષામાં છોકરીઓને અન્ડરગાર્મેન્ટ્સ ઉતારવા દબાણ કરનારાઓ સામે નોંધાયો કેસ

આર્થિક સંકટ: શ્રીલંકા છેલ્લા સાત દાયકામાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી (parliament monsoon session on sri lanka crisis) રહ્યું છે, વિદેશી વિનિમયની મર્યાદાઓ ખોરાક, બળતણ અને દવાઓ સહિત આવશ્યક ચીજવસ્તુઓની આયાતને અવરોધે છે. સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો બાદ આર્થિક સંકટ પણ દેશમાં રાજકીય સંકટને જન્મ આપે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ, 16 જુલાઈના રોજ એક ઓફિસ મેમોરેન્ડમને ટાંકીને જણાવ્યું હતું કે, નાણા અને વિદેશ મંત્રાલયોને પરિસ્થિતિ વિશે માહિતગાર કરવા માટે, સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે, 19 જુલાઈની સાંજે બેઠક નક્કી કરવામાં આવી છે.

ભારતે શ્રીલંકાને ખાતરી આપી: આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના ગૃહના નેતાઓ હાજરી આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થઈ હયું છે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. ભારતે શ્રીલંકાને ખાતરી આપી છે કે તે અભૂતપૂર્વ રાજકીય સંકટ અને આર્થિક ઉથલપાથલ વચ્ચે દેશમાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિને સમર્થન આપવાનું ચાલુ રાખશે. શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેને શનિવારે તેમની સાથેની મુલાકાત દરમિયાન ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ આ ખાતરી આપી હતી. સ્પીકર અભયવર્ધનેએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનું રાજીનામું સ્વીકાર્યાના એક દિવસ બાદ આ બેઠક થઈ હતી.

આ પણ વાંચો:અનેક ગામોમાં પૂરની તાનાશાહી, ક્યાક ઘર તો ક્યાક ખેતરોમાં તબાહી

દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત: સરકાર સામે ઉગ્ર દેખાવો બાદ ગોટાબાયા રાજપક્ષેને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજપક્ષે (73) શ્રીલંકા છોડીને બુધવારે માલદીવ ગયા અને પછી ગુરુવારે સિંગાપોર પહોંચ્યા. તેમણે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. ભારતના પડોશી દેશ શ્રીલંકાને તેની લગભગ 22 મિલિયન વસ્તીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે આગામી છ મહિનામાં પાંચ અબજ ડોલરની જરૂર છે. છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ઈંધણની અછત છે.

ABOUT THE AUTHOR

...view details