ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવેના પ્રવાસીઓએ ભોગવવું પડશે વીજળીની કટોકટીનું સંકટ, સરકારે અનેક ટ્રેનો કરી રદ - Power crisis in Delhi

કોલસા વેગન માટે પ્રાધાન્યતા રૂટ સુનિશ્ચિત કરવા માટે, સરકારે 657 મેલ/એક્સપ્રેસ/પેસેન્જર ટ્રેન સેવાઓ રદ કરવાનો નિર્ણય (cancel 657 Mail Exp Passenger train services) લીધો છે.

રેલવેના પ્રવાસીઓએ ભોગવવું પડશે વીજળીની કટોકટીનું સંકટ, સરકારે અનેક ટ્રેનો કરી રદ
રેલવેના પ્રવાસીઓએ ભોગવવું પડશે વીજળીની કટોકટીનું સંકટ, સરકારે અનેક ટ્રેનો કરી રદ

By

Published : Apr 30, 2022, 9:33 AM IST

નવી દિલ્હીઃસરકારે કોલસા વેગનને પ્રાધાન્ય આપતા ઘણી ટ્રેનો રદ કરી છે. કોલસા વેગન માટે ઝડપી ટર્નઅરાઉન્ડ અને પ્રાથમિકતા રૂટ સુનિશ્ચિત કરવા માટે 657 મેલ/એક્સપ્રેસ/પેસેન્જર ટ્રેન સેવાઓને રદ કરવાનો નિર્ણય (cancel 657 Mail Exp Passenger train services) લેવામાં આવ્યો છે, એમ એક આદેશમાં (energy crisis in various states) જણાવાયું છે. કુલ 533 કોલ રેક ફરજ પર મૂકવામાં આવ્યા છે. પાવર સેક્ટર માટે ગઈકાલે 427 રેક લોડ કરવામાં આવ્યા હતા. પાવર સેક્ટર માટે 1.62 મિલિયન ટન કોલસો લોડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:પંજાબમાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે અથડામણ, સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર

કોલસાની કટોકટીઃ વીજળીની કટોકટી (energy crisis in various states) પર કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે રશિયાથી ગેસનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. જોકે, થર્મલ પાવર પ્લાન્ટમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક (Power crisis in Delhi) છે. જે દસ દિવસ પૂરતું છે. કોલ ઈન્ડિયા સહિત ભારતમાં કુલ 30 લાખ ટનનો સ્ટોક છે. આ 70 થી 80 દિવસનો સ્ટોક છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દૈનિક 2.5 અબજ યુનિટના વપરાશ સામે લગભગ 3.5 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. જો કે છેલ્લા દિવસોમાં ગરમીની સાથે સાથે વીજળીની માંગમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો:દિલ્હીમાં પાવર બેકઅપ નથી, પાવર પ્લાન્ટમાં માત્ર 1 દિવસનો કોલસો બચ્યો છેઃ સત્યેન્દ્ર જૈન

ABOUT THE AUTHOR

...view details