ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશથી આવતા પ્રવાસીઓને હવે એર સુવિધા ફોર્મ નહીં ભરવું પડેઃ સરકાર - Airport screening

દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યામાં ઘટાડો થતા કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો (Air Suvidha forms ) નિર્ણય કર્યો છે. સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ જે પ્રવાસીઓ માટે ફરજિયાત હતું એને રદ્દ કરી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આંતરરાષ્ટ્રીય અરાઈવલ્સ માટે સંશોધિત ગાઈડલાઈન્સ તારીખ 22 નવેમ્બરથી અમલમાં આવશે.

વિદેશથી આવતા પ્રવાસીઓને હવે એર સુવિધા ફોર્મ નહીં ભરવું પડેઃ સરકાર
વિદેશથી આવતા પ્રવાસીઓને હવે એર સુવિધા ફોર્મ નહીં ભરવું પડેઃ સરકાર

By

Published : Nov 22, 2022, 9:11 AM IST

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે વિદેશથી ભારતમાં (international passengers) આવતા પ્રવાસીઓને એક ફોર્મમાંથી રાહત આપી છે. ખાસ કરીને પ્રવાસીઓને સરકારના આ નિર્ણયથી સીધી અસર થાય એમ હતી. આ ફોર્મ કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન્સ મુજબ, એર પેસેન્જર્સે (RTPCR COVID-19 test) મંજૂર થયેલી રસીના સમગ્ર કાર્યક્રમ અનુસાર રસી લેવી જોઈએ. જે અંગે કાળજી લેવા પગલાં લેવાયા છે.

નવી ગાઈડલાઈન્સઃ નવી ગાઈડલાઈન્સ અનુસાર મુસાફરોએ અરાઈવલ્સ સમયે એકબીજા વચ્ચે પૂરતું અંતર રાખીને ચાલવાનું રહેશે અથવા ઊભા રહેવાનું રહેશે. એરપોર્ટ પર તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો કોઈ લક્ષણ પ્રવાસીઓમાં જોવા મળશે એમને અલગ કરી દેવામાં આવશે. હેલ્થ વિભાગના પ્રોટોકોલ્સ અનુસાર એમનું અલથી ચેકિંગ-ટેસ્ટિંગ થશે. રોગચાળાને પગલે તારીખ 25 માર્ચ, 2020 થી બે મહિના માટે સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. તે જ દિવસથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ, માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. જેને હવે ભરવાની કોઈ જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details