- ગુમલાનાર વેગનારના જંગલોમાં નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો
- ઈન્દ્રાવતી નદી વિસ્તારના નક્સલી સંગઠનમાં 2009થી સક્રિય રીતે કામ કરતો હતો
- પિસ્તોલ ડિટોનેટર ટિફિન બોમ્બ વાયર પિટ્ટુ અને અન્ય સામગ્રી મળી આવી
છત્તીસગઢ: બરસુર ઈન્દ્રાવતી નદી વિસ્તારના ગુમલનાર વેગનારના જંગલો(Forest of Gumalnar Wegnar) માં DRG જવાનો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક નક્સલીનો મૃતદેહ(dead body) મળી આવ્યો હતો. મૃતક નક્સલવાદીની ઓળખ રામસુ તરીકે થઈ છે, તે પ્લાટૂન નંબર 16નો સેક્શન કમાન્ડર હતો. એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે, છત્તીસગઢ સરકાર દ્વારા નક્સલવાદીઓ પર 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
નક્સલવાદી કોંડાગાંવ મરદાપાલનો રહેવાસી
એસપી અભિષેક પલ્લવે માહિતી આપી હતી કે, માર્યો ગયેલો નક્સલી ઈન્દ્રાવતી નદી વિસ્તારના નક્સલી સંગઠનમાં 2009થી સક્રિય રીતે કામ કરતો હતો. તે મોટા ગુનાઓમાં સંડોવાયેલ છે. નક્સલવાદી કોંડાગાંવ મરદાપાલનો રહેવાસી હતો. હંમેશા ઇન્સાસ રાઇફલ(insas rifle) સાથે રાખીને ચાલતો હતો. આ ઉપરાંત એન્કાઉન્ટર દરમિયાન અન્ય નક્સલવાદીઓ તેમના હથિયાર લઈ ગયા હતા.