ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Governor And Lt Governor Changes: 13 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ-એલજી બદલાયા - Governor And lt Governor Changes

13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ તેમજ એલજીને બદલવામાં આવશે એવા વાવડ સામે આવી રહ્યા છે. રાજ્યપાલની યાદીમાં નવા કેટલાક નામ સૂચીમાં લેવાયા છે. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજીનામું આપી દીધું છે. એના સ્થાને રમેશ બૈસને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

Governor And IT Governor Changes: 13 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ-એલજી બદલાયા
Governor And IT Governor Changes: 13 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ-એલજી બદલાયા

By

Published : Feb 12, 2023, 12:08 PM IST

Updated : Feb 12, 2023, 1:19 PM IST

નવી દિલ્હીઃદેશના 13 પ્રાંતના રાજ્યપાલ તથા ઉપરાજ્યપાલને બદલવામાં આવશે એવા સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારે આ અંગેનું એલાન કરવામાં આવ્યું હતું. આ યાદીમાં મહારાષ્ટ્ર, બિહાર, અસમ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યનો સમાવેશ થાય છે. જેના રાજ્યપાલને બદલાવામાં આવ્યા છે. જ્યારે નવી તૈયાર થયેલી યાદીમાં કેટલાક નામ નવા પણ રાજ્યપાલ તરીકે સામે આવ્યા છે. જેમાં ભાજપના મોટાનેતા ગુલાબચંદ કટારિયાને અસમ રાજ્યના રાજ્યપાલ બનાવાયા છે.

આ પણ વાંચોઃ LIC On Adani Group : LIC ચેરમેનનું મોટું નિવેદન, અદાણીમાં રોકાણ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી

ભાજપનેતાની પસંદગીઃભારતીય જનતા પાર્ટીના ચાર નેતા અને હાઈકોર્ટના પૂર્વ જજ એસ અબ્દુલ નજીર સહિત છ નવા ચહેરાઓ આ યાદીમાં છે. રવિવારે આ નામનું એલાન કરાયું હતું. પૂર્વ જજ નજીર અયોધ્યા કેસ મામલે ચૂકાદો આપતી જજની પેનલના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલી એક યાદીમાં લદ્દાખના ઉપરાજ્યપાલ આર કે માથુર તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ભાજપના નેતાઓમાં લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, સી.પી. રાધાકૃષ્ણ, શિવ પ્રતાપ શુકલા અને રાજસ્થાન વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને ક્રમશઃ સિક્કીમ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ તથા અસમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નવા નામની યાદીઃસૌથી પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના રાજીનામાના સમાચાર સામે આવ્યા હતા. થોડા સમય બાદ તેમનું રાજીનામું સ્વીકારવાના સમાચાર પણ આવ્યા હતા. ત્યારે આ ઘટનાક્રમની વચ્ચે રાજ્યપાલના બદલાવની માહિતી સામે આવી છે. દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરોને આપવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ

આ પણ વાંચોઃ Delhi Mumbai Expressway : PM મોદી રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ સેક્શનનું ઉદ્ઘાટન કરશે

કોણ ક્યાંઃલક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ, સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ, શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ, ગુલાબચંદ કટારિયા, રાજ્યપાલ, આસામ, નિવૃત્ત જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ, બિસ્વ ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ, અનુસુયા ઉઇકેય, રાજ્યપાલ, મણિપુર, એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ, ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર, રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ

Last Updated : Feb 12, 2023, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details