- કેન્દ્ર સરકારની નવી સહકારી નીતિ લાવવાની તૈયારી
- કેન્દ્રીય પ્રધાન અમિત શાહ દેશના પ્રથમ સહકારી પ્રધાન તરીકે ચૂંટાયા
- સરકાર ભારતના ગ્રામીણ સમાજને પણ પ્રોત્સાહન આપશે
નવી દિલ્હી :કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી સહકારી નીતિ ( New cooperative policy )લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Minister of Cooperatives Amit Shah)ને નવા રચાયેલા સહકાર મંત્રાલય(Ministry of Cooperatives )ની કમાન સોંપવામાં આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારા માટે ગર્વની વાત છે કે હું દેશના પ્રથમ સહકારી પ્રધાન તરીકે ચૂંટાયો છું. મને તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.
91 ટકા ગામોમાં નાની કે મોટી સહકારી સંસ્થાઓ
સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરીને સરકાર નવી સહકારી નીતિ શરૂ કરશે, જે ભારતના ગ્રામીણ સમાજને પણ પ્રોત્સાહન આપશે. આજે, દેશના લગભગ 91 ટકા ગામોમાં નાની કે મોટી સહકારી સંસ્થાઓ કાર્યરત છે. સહકારી પ્રધાન અમિત શાહે શનિવારે પ્રથમ રાષ્ટ્રીય સહકારી પરિષદને સંબોધતી વખતે આ જાહેરાત કરી હતી. કેન્દ્રીય બજેટ 2021 માં સરકારે સહકાર મંત્રાલયની રચનાની જાહેરાત કરી હતી.
સહકારી સંસ્થાઓનું દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન