નવી દિલ્હી:યુક્રેનમાં વધતા તણાવ (Russia Ukraine Crisis) વચ્ચે, ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકાર સરકારી ખર્ચે (GOVERNMENT TO BORNE THE COST OF FLIGHTS) એરલિફ્ટ કરશે. વિદેશ મંત્રાલયના અધિકારીઓની ટીમોને ભારતીય નાગરિકોને તેમના સ્થળાંતરમાં મદદ કરવા માટે હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા સાથેની યુક્રેનની જમીની સરહદો પર મોકલવામાં આવી છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત શક્ય તમામ પ્રયાસો કરશે
લગભગ 20 અધિકારીઓ કંટ્રોલ રૂમનું સંચાલન કરી રહ્યા છે, જે 24 કલાક કાર્યરત છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે (India make efforts bring back Indians) ભારત હજુ પણ શક્ય તમામ પ્રયાસો કરશે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં 4000 ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હીમાં વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમને અત્યાર સુધીમાં 980 કોલ્સ અને 850 ઈમેલ મળ્યા છે. કિવમાં ઇન્ડિયન એમ્બેસી એક નવી એડવાઈઝરી (Indian Embassy in Kiev issued new advisory) જારી કરીને ભારતીયોને મજબૂત, સુરક્ષિત અને સતર્ક રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો:રશિયા-યુક્રેન વિવાદનું સાચું કારણ શું છે ? જાણો, માત્ર એક ક્લિકમાં
ભારતીય વિદ્યાર્થીઓના પરિવારો દિલ્હીમાં યુક્રેનિયન એમ્બેસી પહોંચ્યા
શુક્રવારે સવારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના ઘણા પરિવારો નવી દિલ્હીમાં યુક્રેનિયન એમ્બેસી પહોંચ્યા હતા. ETV ભારત સાથે વાત કરતા પરિવારના સભ્યોએ જણાવ્યું કે, અમારી પાસે આવી કોઈ સત્તાવાર માહિતી ન હોવાથી અમે અંધારામાં જીવીએ છીએ. અગાઉ યુક્રેનથી ભારતનું હવાઈ ભાડું લગભગ 1.5-2 લાખ રૂપિયા જેટલું મોંઘું હતું. પરંતુ બાદમાં હવાઈ ભાડું 60-65000 થઈ ગયું. છેલ્લી ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉલ્લેખ કરીને, તેને ટૂંકું કરવામાં આવ્યું હતું, જેને મધ્યમાર્ગે પાછું ફેરવવું પડ્યું હતું કારણ કે, યુક્રેને યુદ્ધ દરમિયાન તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી.