લખનઉઃઉત્તર પ્રદેશમાં છેલ્લા 5 વર્ષમાં16.5 લાખ યુવાનોએ નોકરી ગુમાવી છે. 4 કરોડ લોકોએ હતાશામાં નોકરીની આશા છોડી દીધી. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ( Chief Minister of Uttar Pradesh)આ અંગે ન તો વાત કરે છે કે ન તો ટ્વિટ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે જો પડદો ઉંચકાશે તો રહસ્ય ખુલશે. હકીકતમાં, આ વાતો કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ( Congress National General Secretary Priyanka Gandhi )અને પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહી હતી. તેણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે યુવાનો, તમે રોજગારના એજન્ડાને વળગી રહો.
ભાજપને ઘેરવાનો પ્રયાસ