ચંડીગઢ: અમૃતસરના ઐતિહાસિક જલિયાવાલા બાગમાં સ્થિત શહીદ કૂવાને લઈને કેન્દ્રીય (Jallianwala Bagh historic martyr well) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર જલિયાવાલા બાગ સ્થિત શહીદી (Jallianwala Bagh ) કુવામાં પૈસા નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો (government has banned) છે. જો કે અગાઉ આ અંગે શહીદી કુવા પાસે બોર્ડ મુકવામાં આવ્યું હતું, તેમ છતાં પ્રવાસીઓ દ્વારા કુવામાં પૈસા નાખવામાં આવતા હતા. જલિયાવાલા બાગને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. પ્રવાસીઓ શહીદોના સન્માનમાં અહીં શહીદ સ્મારકમાં પૈસા મુકતા હતા, જેના પર હવે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર