ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, MSPને લઈને કરવામાં આવી જાહેરાત

ખેડૂતોને રાહત આપવાની દિશામાં સરકારે વધુ એક મોટો નિર્ણય(government gave big relief to farmers) લીધો છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે બુધવારે માહિતી આપી હતી કે સરકારે 17 પાક માટે MSPને મંજૂરી આપી(government approved MSP for the crop) છે. આ સાથે કૃષિ બજેટ પણ વધીને 1,26,000 કરોડ રૂપિયા થઈ ગયું છે.

સરકાર ખેડૂતોને આપી મોટી રાહત
સરકાર ખેડૂતોને આપી મોટી રાહત

By

Published : Jun 8, 2022, 4:41 PM IST

Updated : Jun 8, 2022, 5:51 PM IST

નવી દિલ્હી:સરકારે આજે બુધવારે પાક વર્ષ 2022-23 માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (Minimum support price)માં 100 રૂપિયાનો વધારો કરીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો(government approved MSP for the crop) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (Cabinet Committee on Economic Affairs)એ પાક વર્ષ 2022-23 માટે તમામ સુનિશ્ચિત ખરીફ (ઉનાળા) પાકો માટે MSPમાં વધારાને મંજૂરી આપી છે.

આ પણ વાંચો - શું યાત્રાધામ પર દર્શન કરવા થશે પહેલા કરતા પણ ખૂબ સરળ અને સુવિધાજનક ?

જાણો કયા પાકની કેટલી કિંમત કરવામાં આવી - માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, "આજની કેબિનેટ બેઠકમાં 14 ખરીફ પાકોના MSPને મંજૂરી આપવામાં આવી હતી." ડાંગરની સામાન્ય જાતની MSP ગયા વર્ષના રૂપિયા 1,940 થી વધારીને પાક વર્ષ 2022-23 માટે રૂપિયા 2,040 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ડાંગરની 'A' ગ્રેડની વિવિધતાના ટેકાના ભાવ 1,960 રૂપિયાથી વધારીને 2,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. ડાંગર એ ખરીફનો મુખ્ય પાક છે, જેની વાવણી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા માટે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે. પ્રધાને ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલા અનેક કાર્યક્રમોને પણ પ્રકાશિત કર્યા હતા.

આ પણ વાંચો - Exam Fever : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આટલી જગ્યાઓ પર મંગાવવામાં આવી અરજીઓ

ખેડૂત વર્ગને થશે ફાયદો - કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, પાક વૈવિધ્યતાને પ્રોત્સાહન આપતી વખતે, સરકારે MPSના દરોમાં ઐતિહાસિક વધારો કર્યો હતો, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થયો હતો અને તેમના વેચાણમાં પણ વધારો થયો હતો. 2014 પહેલા 1-2 પાક પર ખરીદી કરવામાં આવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ તેમાં બાકીના પાકોનો પણ ઉમેરો થયો અને ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, તલની કિંમતમાં 523 રૂપિયાનો વધારો કરવામાં આવશે. મગમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 480નો વધારો કરવામાં આવશે. સૂર્યમુખી પર પ્રતિ ક્વિન્ટલ 358 અને મગફળીમાં 300 રૂપિયાનો વધારો થયો છે.

Last Updated : Jun 8, 2022, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details