ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મ્હોર, ગુજરાતના બે જજ - 9 જજો

સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જસ્ટીસ બી.વી નાગરત્ના, જસ્ટીસ હિમા કોહલી અને જસ્ટીસ બેલા ત્રિવેદીના સુપ્રિમ કોર્ટ આવ્યા બાદ અહીંયા પહેલીથી કાર્યરત જસ્ટિસ ઈન્દીરા બનર્જી સહિત ચાર મહિલાઓ હશે. આમાંથી જસ્ટિસ નાગરત્ના 2027 દેશની પહેલી CJI બની શકે છે.

sc
સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

By

Published : Aug 26, 2021, 9:27 AM IST

Updated : Aug 26, 2021, 10:19 AM IST

  • કોલેજિયમની ભલામણ રાષ્ટ્રપતિ પાસે પહોંચી
  • આવતા સપ્તાહમાં યોજાઈ શકે છે શપથ સમારોહ
  • જસ્ટીસ નાગરત્ના બની શકે છે ભારતની પહેલી મહિલા CJI

દિલ્હી: સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ ભલામણને રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે. આ વિશે શુક્રવારે ઔપચારીક ઘોષણા કરવામાં આવી શકે છે. જસ્ટીસ નાગરત્ના ભારતીય ન્યાયપાલિકાની ઈતિહાસમાં પહેલી CJI બની શકે છે. આવનાર સપ્તાહમાં આ જજોનો સુપ્રિમ કોર્ટમાં શપથ ગ્રહણ પણ થઈ શકે છે. પાછલા 10 વર્ષમાં કાર્યરત જજોની સંખ્યા અત્યારે સૌથી વધુ છે. 34 જજોની સ્વીકૃતિ સંખ્યામાંથી હાલમાં 24 જજો છે. જોકે 9 જજોના આવ્યા બાદ પણ એક સીટ ખાલી રહેશે.

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજ મંજૂર કર્યા

સ્ટીસ બી.વી નાગરત્ના, જસ્ટીસ હિમા કોહલી અને જસ્ટીસ બેલા ત્રિવેદીના સુપ્રિમ કોર્ટ આવ્યા બાદ અહીંયા પહેલીથી કાર્યરત જસ્ટિસ ઈન્દીરા બનર્જી સહિત ચાર મહિલાઓ હશે. આમાંથી જસ્ટિસ નાગરત્ના 2027 દેશની પહેલી CJI બની શકે છે. મુખ્ય ન્યાયાધીશ રમણાના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ પોતાના 17 મહિનાના કાર્યકાળમાં એક પણ નિયુક્તી નથી કરી, કારણ કે તેઓ કેટલાય નામો પર સામાન્ય સહમતિ ના બનાવી શક્યા. જેના કારણે સુપ્રિમ કોર્ટમાં નિયુક્તમાં રોક આવી ગઈ.

આ પણ વાંચો :ભારતને મળશે પ્રથમ મહિલા CJI, ગુજરાતનના પણ 1 મહિલા ન્યાયમૂર્તિના નામની ભલામણ કરવામાં આવી

કોલેજીયમ દ્રારા પસંદગી પામેલા અન્ય 2 મહિલા ન્યાયાધીશોમાં હિમા કોહલી, જે તેલગાંણામાં હાઈકોર્ટમાં ન્યાયાધીશ છે અને ન્યાયમૂર્તી બેલા ત્રિવેદી જે ગુજરાત હાઈકોર્ટમાં છે. વરિષ્ઠ અધિવક્તા પી.એસ.પીઠમાં સીધી નિયુક્તી માટે નરસિમ્હા કોલેજિયમની પંસદગી છે. નરસિમ્હાની ભલામણના કારણે ન્યાયમૂર્તિ રોહિંટન એફ.નરીમનની સેવાનિવૃતિના લગભગ એક સપ્તાહ બાદ આવી છે, જે બારથી સીધા નિયુક્ત થનાર 5માં વકીલ છે.

આ તમામ નામોને કેન્દ્ર એ સ્વીકાર્યા છે

  • તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી
  • કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ બીવી નાગરત્ના
  • ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી
  • સિનિયર એડવોકેટ પી.એસ.નરસિમ્હા
  • કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ.એસ.ઓકા
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ
  • સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે.કે.મહેશ્વરી
  • કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સી.ટી.રવિન્દ્રકુમાર
  • મદ્રાસ હાઈકોર્ટના જજ એમ.એમ.સુંદરેશ
Last Updated : Aug 26, 2021, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details