ન્યૂઝ ડેસ્ક: સામાન્ય રીતે પરંપરા રહી છે કે, દિવાળીના બીજા દિવસે ભગવાનગોવર્ધનની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ વખતે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી ગોવર્ધન પૂજા (Govardhan Puja will be celebrated on October 26) હવે 26 ઓક્ટોબરે એટલે કે, દેશભરમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેને અન્નકૂટ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ પછી જ કરવામાં આવે છે, પરંતુ આ વખતે સૂર્યગ્રહણના કારણે આ તહેવાર એક દિવસ પછી ઉજવવામાં આવી રહ્યો છે. વ્રજથી શરૂ થયેલી ગોવર્ધન પૂજા આખા દેશમાં તહેવારની જેમ ઉજવાય છે. ગોવર્ધનના દિવસે, ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવે છે.
ગોવર્ધનની પૂજા:પહેલા તમામ વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પર વ્રજના તમામ રહેવાસીઓએ ગોવર્ધનની પૂજા કરવાનું શરૂ કર્યું, જેના કારણે ભગવાન ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને વ્રજમાં તેમના વાદળોમાંથી ભારે વરસાદ શરૂ કર્યો. ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. આ બધું જોઈને ભગવાન કૃષ્ણએ દરેકની રક્ષા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊઠાવી લીધો હતો. તમામ બ્રજવાસીઓએ તેમના પરિવારો અને પ્રાણીઓ સાથે ગોવર્ધન પર્વતની નીચે આશ્રય લીધો હતો. સાત દિવસ સુઘી ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ આનાથી પણ ગામના લોકો હેરાન ન થયા. પછી ઇન્દ્રદેવને સમજાયું કે, આ કોઈ સામાન્ય બાળક નથી. તેમણે શ્રીકૃષ્ણની માફી માંગી. પછી સમગ્ર દેશમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.
ગોવર્ધન પર્વત પરિક્રમાઃ મથુરા, વૃંદાવન અને ગોકુલના લોકો તેમજ સમગ્ર વ્રજ પ્રદેશના લોકોમાંગોવર્ધન પર્વતની પરિક્રમાનો ઉત્સાહ છે. લોકો, અન્ય દિવસોની સાથે, ખાસ કરીને આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજાની સાથે સાથે પરિક્રમાનું પણ ઘણું મહત્વ છે. તેથી જેમની પાસે સમય હોય છે, તેઓ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને આ દિવસની પૂજા પૂર્ણ કરે છે.