ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેરાલિમ્પિક્સ ગેમ્સના પ્રણેતા 'સર લુડવિગ ગુટમન'નો આજે જન્મ દિવસ, ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ - Google Remembers the father of Paralympics games Sir Ludwig Guttmann with a doodle

સર લુડવિગ ગુટમન (Sir Ludwig Guttmann) એ વર્ષ 1948માં સૌપ્રથમ વખત દિવ્યાંગો માટે રમતો યોજી હતી. પ્રથમ વર્ષે તીરંદાજીની સ્પર્ધાથી શરૂ થયેલ આ ટૂર્નામેન્ટને સમય જતા સ્ટોક મેન્ડવિલ ગેમ્સ (Stoke Mandeville Games) મળ્યું હતું. જે પેરાલિમ્પિક ગેમ્સ (Paralympics Games) માં પરિણમી છે. આ ગેમ્સના પ્રણેતા જર્મન- બ્રિટિશ ન્યૂરોલોજીસ્ટ સર લુડવિગ ગુટમનનો આજે શનિવારે 122મો જન્મ દિવસ છે. જે નિમિત્તે ગૂગલે ડૂડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઈ છે.

Sir Ludwig Guttmann
Sir Ludwig Guttmann

By

Published : Jul 3, 2021, 5:41 PM IST

  • જર્મન-બ્રિટીશ ન્યૂરોલોજીસ્ટ સર લુડવિગ ગુટમનનો જન્મદિવસ
  • દિવ્યાંગો માટે સ્પોર્ટ્સના અવરોધો દૂર કરવામાં સિંહફાળો
  • તેમણે શરૂ કરેલી સ્પર્ધા Paralympics Gamesમાં પરિણમી

ન્યૂઝ ડેસ્ક : 'દિવ્યાંગો માટે પણ અલગ સ્પોર્ટ્સ ઈવેન્ટ હોવી જોઈએ' આ વિચાર જેમના દિમાગમાં ઉદ્ભવ્યો હતો એવા જર્મન- બ્રિટીશ ન્યૂરોલોજીસ્ટ સર લુડવિગ ગુટમન (Sir Ludwig Guttmann) નો આજે 122મો જન્મદિન છે. વર્ષ 1948 માં તેમણે બ્રિટનના સ્ટોક મેન્ડવિલ હોસ્પિટલ (Stoke Mandeville Hospital) માં દિવ્યાંગો માટે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. સ્ટોક મેન્ડવિલ ગેમ્સ (Stoke Mandeville Games) નામે શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ એ હાલમાં યોજાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સ (Paralympics Games) પાછળનો મુખ્ય વિચાર છે.

જર્મનીના ખ્યાતનામ ન્યૂરોસર્જન્સમાં તેમની ગણના થતી હતી

સર લુડવિગ ગુટમન (Sir Ludwig Guttmann) નો જન્મ 3 જુલાઈ 1899ના રોજ હાલમાં પોલેન્ડ અંતર્ગત આવતા જર્મનીના ટોસ્ટ શહેરમાં વસતા એક યહૂદી પરિવારમાં થયો હતો. વર્લ્ડ વોર-2 (World War 2) સમયે યહૂદીઓ પર વધી રહેલા અત્યાચારના કારણે તેઓ વર્ષ 1939માં જર્મની છોડીને પોતાના પરિવાર સાથે ઈંગ્લેન્ડ આવીને વસ્યા હતા. જ્યાં તેઓ સ્ટોક મેન્ડવિલ હોસ્પિટલ (Stoke Mandeville Hospital) માં સ્પાઈનલ ઈન્જરી વિભાગ (spinal injuries unit)ના વડા તરીકે ફરજ બજાવતા હતા.

સૌપ્રથમ હોસ્પિટલમાં તીરંદાજીની સ્પર્ધા યોજી હતી

સ્ટોક મેન્ડવિલ હોસ્પિટલ (Stoke Mandeville Hospital) માં સ્પાઈનલ ઈન્જરી વિભાગ (spinal injuries unit)ના વડા તરીકે તેમણે વર્ષ 1948માં હોસ્પિટલના દર્દીઓ માટે તીરંદાજીની સ્પર્ધા યોજી હતી. આ યોજવા પાછળ તેમનો મુખ્ય વિચાર દિવ્યાંગો માટે સ્પોર્ટ્સના અવરોધોને દૂર કરવાનો હતો. આ સ્પર્ધાએ જોતજોતામાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. જ્યારબાદ તેને સ્ટોક મેન્ડવિલ ગેમ્સ (Stoke Mandeville Games) નામ મળ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાં વધારો થતા વ્યાપ વધવા લાગ્યો

વર્ષ 1960માં પ્રથમ વખત સ્ટોક મેન્ડવિલ ગેમ્સ (Stoke Mandeville Games) માં વિદેશી ટીમોએ ભાગ લીધો હતો. તે સમયે વિશ્વભરની ટીમોમાંથી 400 જેટલા રમતવીરો આ ગેમ્સ માટે આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યા બાદ તેના વ્યાપમાં સતત વધારો થતો રહ્યો, જે અંતે હાલમાં યોજાઈ રહેલી પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympics Games) માં પરિણમી હતી.

1966માં Knight નો ખિતાબ આપવામાં આવ્યો

સર લુડવિગ ગુટમન (Sir Ludwig Guttmann) ને વર્ષ 1966માં બ્રિટનના મહારાણી દ્વારા Knight નો ખિતાબ આપવામાં આવ્યો હતો. જેના 14 વર્ષ બાદ 18 માર્ચ 1980ના રોજ તેમનું ઈંગ્લેન્ડમાં તેમનું મોત નિપજ્યું હતું. આજે તેમના જન્મદિન નિમિત્તે ગૂગલે ડૂડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ ડૂડલ અમેરિકાના બાલ્ટીમોર ખાતેના આર્ટિસ્ટ અશાંતિ ફોર્ટસન દ્વારા બનાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details