ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Subhadra Kumari Chauhan Google Doodle :જાણો કોણ હતા પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ - poems in Hindi literature

સુભદ્રા કુમારી ચૌહાણે ભારતીય રાષ્ટ્રવાદી ચળવળમાં સહભાગી તરીકે, તેમણે તેમની કવિતાનો ઉપયોગ અન્ય લોકોને તેમના દેશના સાર્વભૌમત્વ માટે લડવા માટે પ્રેરિત કરવા માટે કર્યો હતો.તેમની યાદમાં આજે Google દ્વારા તેમનો Doodle બનાવામાં આવ્યો છે.

Subhadra Kumari Chauhan Google Doodle
Subhadra Kumari Chauhan Google Doodle

By

Published : Aug 16, 2021, 9:11 AM IST

  • પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ
  • તેમણે તેમની કવિતાઓ દ્વારા આઝાદીની ચળવળ લોકોને પ્રેરીત કર્યાૉ
  • આજે તેમનો 117 જન્મદિવસ

ન્યૂઝ ડેસ્ક: ગૂગલે આજે એક લેખક અને સ્વાતંત્ર્ય સેનાની સુભદ્રા કુમારી ચૌહાણના જીવન અને સિદ્ધિઓનું સન્માન કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે. જેમના કાર્યને સાહિત્યના પુરુષ પ્રધાન યુગ દરમિયાન રાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત થયું છે.ભારતીય કાર્યકર્તા અને લેખકની 117 મી જન્મજયંતી નિમિત્તે, ડૂડલમાં પેન અને કાગળ સાથે સાડીમાં બેઠેલી સુભદ્રા કુમારી ચૌહાણને દર્શાવવામાં આવી છે. આ ડૂડલ ન્યૂઝીલેન્ડના મહેમાન કલાકાર પ્રભા માલ્યા દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમની રાષ્ટ્રવાદી કવિતા "ઝાંસી કી રાની" હિન્દી સાહિત્યમાં સૌથી વધુ વાંચવામાં આવતી કવિતાઓમાંની એક છે.

આ પણ વાંચો :ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પૂર્ણયતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ


માત્ર નવ વર્ષની ઉંમરે પ્રથમ કવિતા પ્રકાશિત થઈ

1904 માં આ દિવસે સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ ભારતના ગામ નિહાલપુરમાં થયો હતો. તેઓ શાળા જતી વખતે પણ સતત લખતા હતા અને તેમની પ્રથમ કવિતા માત્ર નવ વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી. ભારતીય રાષ્ટ્રવાદી ચળવળમાં સહભાગી તરીકે, તેમણે તેમની કવિતાનો ઉપયોગ અન્ય લોકોને તેમના દેશના સાર્વભૌમત્વ માટે લડવા માટે પ્રેરિત કરવા માટે કર્યો હતો. સુભદ્રાને ચાર બહેનો અને બે ભાઈઓ હતા. તે આઝાદીની ચળવળમાં ઘણી વખત જેલ પણ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details