ભુવનેશ્વર: ઓડિશાના જાજપુરમાં બુધવારે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઓડિશામાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો આ ત્રીજો કિસ્સો છે. બાલાસોરમાં ટ્રિપલ ટ્રેનની અથડામણના આઘાતમાંથી ઓડિશા હજુ પણ બહાર નથી આવ્યું ત્યારે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સોમવારે બીજી ટ્રેન દુર્ઘટના ઓડિશાના બારગઢ જિલ્લામાંથી નોંધાઈ હતી.
ચાર લોકોનાં મોત:ઓડિશાના બારગઢમાં ચૂનાના પત્થરો લઈ જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ચાર લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 3 ગંભીર રીતે ઈજાગ્ર્સ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ટ્રેનના બે ઓઇલ ટેન્કર પાટા પરથી ઉતર્યા: જેમાં મધ્યપ્રદેશના જબલપુર રેલ્વે વિભાગ હેઠળ માલસામાન ટ્રેનના બે ઓઇલ ટેન્કર પાટા પરથી ઉતરી ગયા હતા અને પુનઃસંગ્રહના પ્રયાસો ચાલુ છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાહુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંગળવારે રાત્રે જ્યારે માલગાડી ભીટોની રેલ્વે સ્ટેશન પાસે એક ઓઇલ ડેપોની સાઈડિંગ લાઇન પર હતી ત્યારે ઓઇલ ટેન્કરો પાટા પરથી ઉતરી ગયા હતા.
ઝારખંડના બોકારોમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી: આ ઉપરાંત મંગળવારે ઝારખંડના બોકારોમાં એક ટ્રેક્ટર રેલવે ફાટક સાથે અથડાતાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ભોજુડીહ રેલ્વે સ્ટેશન નજીક સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ નજીક બની હતી, જ્યારે નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નં. 22812) ત્યાંથી પસાર થઈ રહી હતી. આઝાદી પછી કોરોમંડલ દુર્ઘટનાને ભારતમાં સૌથી વિનાશક ટ્રેન દુર્ઘટના મનાઈ રહી છે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે જે કદાચ 'સિગ્નલિંગ નિષ્ફળતા'ના કારણે સર્જાઈ હતી.
- Odisha Train Accident: ઓડિશામાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી, બારગઢના મેંધાપાલીમાં બની ઘટના
- Odisha Train Accident : 10-સદસ્યની CBI ટીમ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી