રાજસ્થાન: જયપુરમાં સોનાની દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે ફરી એકવાર સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે કસ્ટમ વિભાગની ટીમે જયપુર એરપોર્ટ પર 46.64 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. પેસેન્જર એક કાર્ટન બોક્સમાં છુપાવેલુ લગભગ 756 ગ્રામ સોનુ લાવ્યો હતો. સોનું કબજે કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શંકાસ્પદ મુસાફર પાસેથી મળ્યું સોનું:કસ્ટમ વિભાગના ડીસી નીલિમા ખોરવાલના જણાવ્યા અનુસાર મુસાફર રિયાધ થઈને શારજાહ થઈને ફ્લાઈટ દ્વારા જયપુર એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યારે મુસાફરની હરકતો શંકાસ્પદ જણાતા ત્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને રોકીને તેની તપાસ કરી હતી. એક્સ-રે મશીનમાં મુસાફરોનો સામાન પણ ચેક કરવામાં આવ્યો હતો. પ્રશ્ન પૂછવા પર મુસાફર સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી કસ્ટમ વિભાગની ટીમે જ્યારે પેસેન્જરના સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી.
આ પણ વાંચો:Gold Smuggling Through Underwear: લો બોલો, મહિલાઓના આંતરવસ્ત્રોમાં 4.54 કરોડની સોનાની દાણચોરી ઝડપાય