નવી દિલ્હી: વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડા વચ્ચે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 170 ઘટીને રૂપિયા 60,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. HDFC સિક્યોરિટીઝ આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, જેના કારણે રૂપિયો મજબૂત બન્યો હતો.
Gold Silver Price Share Market: સોનું થયું સસ્તું અને ચાંદી થઇ મોંઘી, ડોલર સામે રૂપિયો વધ્યો - Nikhil Kamath
વિશ્લેષકોના મતે સ્થાનિક બજારોમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. જેના કારણે રૂપિયો મજબૂત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત વધીને 23.70 ડોલર પ્રતિ ઔંસ થઈ, જ્યારે સોનું ઘટીને 1925 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું.
Published : Sep 23, 2023, 10:30 AM IST
|Updated : Sep 23, 2023, 11:10 AM IST
નીચી સપાટીએ પહોંચ્યો:ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 82.75 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 82.97 પ્રતિ ડૉલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લે તે તેના અગાઉના બંધ ભાવ કરતાં 19 પૈસાના વધારા સાથે પ્રતિ ડોલર 82.94 પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 83.13 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.24 ટકાના વધારા સાથે 105.63 પર રહ્યો. ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.79 ટકા વધીને બેરલ દીઠ $94.04 થયું છે.
82.94 પ્રતિ ડોલર પર બંધ થયો: આંતર બેન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો શુક્રવારે 19 પૈસાના વધારા સાથે 82.94 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં ભારત સરકારની સિક્યોરિટીઝના સમાવેશથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધારો થયો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક નાણાકીય સેવા કંપની જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના ભારતીય સરકારના બોન્ડને ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ કરવાના નિર્ણયથી ભારતના સિક્યોરિટી માર્કેટ અને વૈશ્વિક રોકાણકારો પર દૂરગામી અસર થવાની ધારણા છે.