ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેલના કેદીને મળ્યો ગોલ્ડ મેડલ, માન્યમાં ન આવે એવો સ્કોર કર્યો - આંધ્ર પ્રદેશ જેલ કેદી

જાણ્યે-અજાણ્યે ભૂલ કરી અને જેલમાં આવી હોય એવા ઘણા બધા કેદીઓ હોય છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્યમાંથી સામે આવ્યો છે. આ બન્ને કેદી જેલમાં આવ્યા ત્યારે પણ તેઓ નિરાશ થયા ન હતા. તેમણે અભ્યાસના ધ્યેયએ તેમને આગળ (Kadapa Central Jail) ધપાવ્યું હતું. જેલમાં રહીને તેમણે આંબેડકર ઓપન યુનિવર્સિટીથી PGનો અભ્યાસ કર્યો હતો. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હતા. આ બન્ને કેદીઓના નામ સુરેશ રેડ્ડી અને રમેશ બાબુ છે.

જેલના કેદીને મળ્યો ગોલ્ડ મેડલ, માન્યમાં ન આવે એવો સ્કોર કર્યો
જેલના કેદીને મળ્યો ગોલ્ડ મેડલ, માન્યમાં ન આવે એવો સ્કોર કર્યો

By

Published : Aug 6, 2022, 8:49 PM IST

અમરાવતી:અનંતપુર જિલ્લાના ધર્માવરાનો સુરેશ રેડ્ડી 2018માં એક હત્યાના કેસમાં કડપા સેન્ટ્રલ જેલમાં (Kadapa Central Jail) ગયો હતો. સેન્ટ્રલ જેલમાં આવતા પહેલા તેણે ડિગ્રી પૂરી (Education in Jail) કરી હતી. જેલમાં આવ્યા બાદ તેમણે આગળ અભ્યાસ કરવાની ઈચ્છા (Classes in Central Jail Kadapa) વ્યક્ત કરી હતી. પછી સખત મહેનત કરીને તેમણે બીજી ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે. આંબેડકર યુનિવર્સિટીમાંથી (Ambedkar Open University) તેમણે PG Sociologyમાં બીજી ડિગ્રી મેળવી લીધી છે. આ માટે લેવાયેલી પરીક્ષામાં તેમણે 1000માંથી કુલ 738 માર્ક મેળવ્યા છે. આ માટે તેમને એક ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યું છે.

આ પણ વાંચો: ગ્રેજ્યુએટ ચાઈ વાલીની 'ચા' ની ચુસ્કી લેતો વિજય દેવરાકોંડા, તસવીર થઈ વાયરલ

કેટલા માર્ક: વર્ષ 2017માં રમેશ બાબુ પણ મર્ડર કેસમાં કડપા જેલમાં આવ્યો હતો. તેમણે પણ પોતાની ડિગ્રીનો અભ્યાસ પૂરો કરી લીધો છે. ઓપન યુનિવર્સિટીમાંથી PG કોર્ષ કરીને ડિગ્રી મેળવી છે. જેલમાં આવ્યા બાદ તે નવરો બેસવા માંગતો ન હતો. એટલે તેમણે આગળ અભ્યાસ ચાલું કરી દીધો હતો. રમેશે આપેલી પરીક્ષામાં 1000માંથી 767 માર્ક મેળવ્યા છે. આંબેડકર યુનિવર્સિટીએ બન્ને માટે ગોલ્ડ મેડલની જાહેરાત કરી છે. રમેશ આ મેડલ લેવા માટે હૈદરાબાદ જઈ શકે એમ નથી. કારણ કે જેલ ઓથોરિટી પાસેથી એમને આ માટેની કોઈ મંજૂરી મળી નથી. જ્યારે સુરેશ હૈદરાબાદ જઈને આ મેડલ પ્રાપ્ત કરશે. જેલના અધિકારીઓ પણ એમની આ એજ્યુકેશન યાત્રાથી ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details