મહારાષ્ટ્ર: શિરડીમાં નવા વર્ષની શરૂઆત સાંઈ દર્શનથી કરવા માટે શિરડીમાં ભક્તોની ભીડ ઉમટી(Devotees flocked to Shirdi to have Sai Darshan) હતી. શનિવાર રાતથી સાંઈના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. નવા વર્ષ 2023ની શરૂઆતમાં સાંઈના દર્શન કરવા લાખો ભક્તો શિરડી પહોંચ્યા છે. શિરડીના સર્વસ્થાને ભક્તોની ભીડ ઉમટી હતી. સાંઈ મંદિરને અડીને આવેલા દ્વારકામાઈ, ચાવડી અને ખંડોબા મંદિરોમાં ભક્તોનો ધસારો રહ્યો હતો. સાંઈ બાબાનું મંદિર ભક્તો માટે આખી રાત ખુલ્લું રહ્યું હતું.
લાખો ભક્તોએ સાંઈ બાબાના દર્શન કર્યા, ભક્તે સોનાનો મુગટ અર્પણ કર્યો
નવા વર્ષના આગમન પર દેશભરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરમાં(Shirdi Sai Temple in Maharashtra) શનિવાર રાતથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. લાખો ભક્તોએ સાઈના દર્શન કર્યા હતા. એક ભક્તે સોનાનો મુગટ દાનમાં આપ્યો (Donated the gold crown to Saibaba Sansthan) હતો.
સાંઈ દર્શનથી કરવા માટે શિરડીમાં ભક્તોની ભીડ ઉમટી: રાત્રે સાંઈબાબાના દર્શન કરીને લાખો ભક્તો પરત ફર્યા હતા, પરંતુ આજે વર્ષનો પહેલો દિવસ હોવાથી દિવસ દરમિયાન લાખો ભક્તો સાંઈ સમાધિના દર્શન કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન, નવા વર્ષના પ્રથમ દિવસે, બેંગલુરુના દાનશુર સાંઈભક્ત રાજા દત્તા અને શિવાની દત્તાએ 928 ગ્રામ વજનનો સોનાનો મુગટ (Donated the gold crown to Saibaba Sansthan) દાનમાં આપ્યો હતો. તાજની કિંમત લગભગ 47 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:સાંઈબાબા જન્મસ્થળ વિવાદ : આજે CM ઉદ્ઘવ ઠાકરેની બેઠક
સોનાનો મુગટ સાંઈબાબા સંસ્થાનને દાનમાં આપ્યો: નોંધનીય છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં હીરા જડિત સોનાનો મુગટ દાનમાં આપવામાં આવ્યો હતો. એક બ્રિટિશ ઉદ્યોગપતિએ આ તાજ દાનમાં આપ્યો હતો. 28 લાખની કિંમતના તાજનું વજન લગભગ 368 ગ્રામ છે. અંગ્રેજ ઉદ્યોગપતિ કનારી સુબારી પટેલે તેને સાંઈબાબા ટ્રસ્ટના સભ્યોને સોંપી હતી.