ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 પર સરકારે ઉઠાવ્યા પ્રશ્નો, ભારતની સ્થિતિ વધુ થઈ છે ખરાબ - ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ છે

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં (Global Hunger Index 2022) ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ભારત હવે 121 દેશોમાંથી 107માં નંબર પર આવી ગયું છે. ભારત સરકારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટમાં ઘણી ખામીઓને ટાંકીને તેને ફગાવી દીધી છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 પર સરકારે ઉઠાવ્યા પ્રશ્નો, ભારતની સ્થિતિ વધુ થઈ છે ખરાબ
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 પર સરકારે ઉઠાવ્યા પ્રશ્નો, ભારતની સ્થિતિ વધુ થઈ છે ખરાબ

By

Published : Oct 16, 2022, 7:16 AM IST

નવી દિલ્હી : ભારત સરકારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022ના (Global Hunger Index 2022) તાજેતરના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે અને તેમાં વિસંગતતા દર્શાવીને તેને ફગાવી દીધો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત 121 દેશોમાંથી 107માં નંબર પર છે. પાડોશી દેશ પાકિસ્તાન (99), બાંગ્લાદેશ (84), નેપાળ (81) અને શ્રીલંકા (64) ભારત કરતાં સારી સ્થિતિમાં છે. એશિયામાં માત્ર અફઘાનિસ્તાન ભારતથી પાછળ છે અને તે 109મા ક્રમે છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 :ભારત સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ભૂખ સૂચકાંક ભૂખનું અચોક્કસ માપદંડ છે અને તે ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ (Global Hunger Index Report) માત્ર જમીની વાસ્તવિકતાથી આગળ જતો નથી, પરંતુ વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પણ જાણી જોઈને અવગણવામાં આવે છે.

વિપક્ષે સરકારને ઘેરી હતી :સામાજિક કાર્યકરો અને નેતાઓએ ભૂખ સૂચકાંકમાં ભારતની સ્થિતિને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, 8.5 વર્ષમાં ભારતને અંધકારના આ યુગમાં લાવવાની જવાબદારી સરકારે લેવી જોઈએ. તેમણે ટ્વીટ કર્યું, '2014 થી વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારતનો ચિંતાજનક, તીવ્ર ઘટાડો. મોદી સરકાર ભારત માટે વિનાશક છે. ફુગાવો વધી રહ્યો છે કારણ કે 'બફર સ્ટોક'ની ઉપર ખાદ્ય પદાર્થોનો ખૂબ ઓછો સ્ટોક છે. 8.5 વર્ષમાં ભારતને આ અંધકારના યુગમાં લાવવાની જવાબદારી સરકારે લેવી જોઈએ.

ભારતમાં 224 મિલિયન લોકોને કુપોષિત ગણવામાં આવે છે :કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, 'માનનીય વડાપ્રધાન બાળકોમાં કુપોષણ, ભૂખમરો, તંગી અને 'બાળકોનો બગાડ' જેવા વાસ્તવિક મુદ્દાઓને ક્યારે ઉકેલશે? ભારતમાં 224 મિલિયન લોકોને કુપોષિત ગણવામાં આવે છે. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "મોદી સરકારના 2014થી 8 વર્ષમાં અમારી સ્થિતિ વધુ ખરાબ થઈ છે, 16.3 ટકા ભારતીયો કુપોષિત છે એટલે કે તેમને પૂરતો ખોરાક મળતો નથી. હિન્દુત્વ, હિન્દી લાદવું અને નફરત ફેલાવવી એ ભૂખ મટાડવાની દવા નથી.

ભાજપના ભાષણો પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા માટે આપે છે :આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં દેશની નબળી રેન્કિંગની પૃષ્ઠભૂમિમાં દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના મોદી સરકારના લક્ષ્ય પર પ્રહાર કર્યો હતો. સિસોદિયાએ એમ પણ કહ્યું કે, જો દરેક બાળક માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં ન આવે તો ભારત વિશ્વમાં નંબર વન ન બની શકે. તેમણે ટ્વીટ કર્યું, ભાજપના ભાષણો પાંચ ટ્રિલિયનની (પાંચ હજાર અબજ) અર્થવ્યવસ્થા બનાવવા માટે આપે છે, પરંતુ હંગર ઈન્ડેક્સમાં પણ આપણે 107માં સ્થાને છીએ. 106 દેશો, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ પણ બે ટાઈમની રોટલી આપવામાં આપણા કરતા સારા છે. દરેક બાળકને સારું શિક્ષણ આપ્યા વિના ભારત નંબર-1 બની શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details