ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ - social media rules

નવા IT નિયમોનું પાલન કરવા ભારત સરકાર દ્વારા ટ્વિટરને અંતિમ સૂચના(ફાઇનલ નોટીસ) આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ટ્વિટરને ચેતવણી આપવામાં આવી છે કે, જો ટ્વિટર આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તે આઇટી એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તની છૂટને ગુમાવી દેશે.

ફાઇનલ નોટીસ
ફાઇનલ નોટીસ

By

Published : Jun 5, 2021, 4:49 PM IST

  • ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ
  • ટ્વિટરે તાત્કાલિક નિયમોનું પાલન કરવું પડશે
  • ટ્વિટરને આઇટી એક્ટ અને અન્ય દંડની જોગવાઈઓ હેઠળ થતી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે

નવી દિલ્હી : બ્લુ ટિક વિવાદ વચ્ચે ભારત સરકાર દ્વારા નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે ટ્વિટરને ફાઇનલ નોટીસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, જો ટ્વિટર નવા આઇટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તે આઇટી એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તની છૂટને ગુમાવી દેશે.

ટ્વિટરને ફાઇનલ નોટીસ

ભારત સરકાર દ્વારા નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે ટ્વિટરને ફાઇનલ નોટીસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં સરકારે ટ્વિટરને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 26 મેથી સોશિયલ મીડિયા માટે લાદવામાં આવેલી શરતોનું તાત્કાલિક પાલન કરો અને જો ટ્વિટર આમ નહીં કરે તો સરકાર કાનૂની પગલાં લઈ શકે છે.

ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ

સક્ષમ બનાવવા માટે કોઈ મિકેનિઝમ વિકસાવવાની ના પાડી છે

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી એક નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, નવા નિયમોનું પાલન કરવાનો ટ્વિટરના ઇન્કારથી એ સ્પષ્ટ થાય છે કે, માઇક્રો બ્લોગિંગ સાઇટ પ્રતિબદ્ધતાનો અભાવ છે. ભારતમાં એક દાયકાથી વધુ સમય કાર્યરત હોવા છતાં, તે માનવું મુશ્કેલ છે કે, ટ્વિટર દ્વારા ભારતના લોકોને સમયસર અને પારદર્શક રીતે તેના પ્લેટફોર્મ પર તેમના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં સક્ષમ બનાવવા માટે કોઈ મિકેનિઝમ વિકસાવવાની ના પાડી છે.

તાત્કાલિક નિયમોનું પાલન કરવાનો હુકમ

મંત્રાલયે જણાવ્યું છે કે, નવા નિયમો 26 મે, 2021થી લાગુ થશે, પરંતુ સદ્ભાવના સાથે ટ્વિટર INCને ફાઇનલ નોટીસ દ્વારા નિયમોનું પાલન કરવાની તક આપવામાં આવી છે. ટ્વિટરે તાત્કાલિક નિયમોનું પાલન કરવું પડશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય તો, જવાબદારીમાંથી જે છૂટ મળી છે, તે પરત લેવામાં આવશે. ટ્વિટરને આઇટી એક્ટ અને અન્ય દંડની જોગવાઈઓ હેઠળ થતી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. જો કે, નોટિસમાં સ્પષ્ટ કરાયું નથી કે, ટ્વિટર આ નિયમોનું પાલન કેટલા સમયમાં કરે છે.

ઉપરાષ્ટ્રપતિ અને RSS પ્રમુખની બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વ્યક્તિગત ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કર્યા બાદ ફરીથી આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયના અધિકારીઓએ જણવ્યું હતું કે, વેકૈંયા નાયડુનું ટ્વિટર હેન્ડલ લાંબા સમયથી નિષ્ક્રિય હતું. જે કારણે ટ્વિટર અલ્ગોરિધમનો વાદળી ટિક દૂર થયો. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે, ટ્વિટર, ચકાસણીની ઓળખ પુનઃસ્થાપિત કરવાની તૈયારીમાં છે. ઉપરાષ્ટ્રપતિનું આ વ્યક્તિગત અકાઉન્ટમાંથી ગત વર્ષે 23 જુલાઈના રોજ પોસ્ટ કરાઇ હતી. અકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવા અંગે શનિવારની સવારે ટ્વિટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તે બ્લુ ટિકને ફરીથી આપવામાં આવ્યું હતું.

ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ

RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત RSSના ઘણા કાર્યકરોના હેન્ડલ્સથી બ્લુ ટિકને દૂર કરવામાં આવ્યું

RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત RSSના ઘણા કાર્યકરોના હેન્ડલ્સથી બ્લુ ટિકને દૂર કરવામાં આવ્યું છે. RSS નેતાઓનાં નામ જેમનાં ટ્વિટર હેન્ડલને ટ્વિટર દ્વારા દૂર કરવામાં આવ્યા છે, તેમાં સુરેશ સોની, અરૂણ કુમાર, કૃષ્ણ ગોપાલ અને સુરેશ જોશીનો સમાવેશ થાય છે. RSSના નેતાઓના હેન્ડલ પરથી બ્લુ ટિકને દૂર કરવા અંગે હાલમાં ટ્વિટર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details