ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા - સોનાલી ફોગાટ મૃત્યુ કેસમાં FIR

સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં ગોવા પોલીસે લગભગ 3 દિવસ પછી હત્યાની એફઆઈઆર નોંધી છે. આ કેસમાં ગોવા પોલીસે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદરને આરોપી બનાવ્યા છે. GOA POLICE REGISTERED FIR SONALI PHOGAT DEATH CASE, Sonali Phogat murder case, TikTok Star SONALI PHOGAT, BJP Leader SONALI PHOGAT

સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા
સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા

By

Published : Aug 25, 2022, 6:51 PM IST

મહારાષ્ટ્ર બીજેપી નેતા સોનાલી ફોગાટની હત્યા કેસમાં ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે (GOA POLICE REGISTERED FIR SONALI PHOGAT DEATH CASE). પરિવારની ફરિયાદ પર ગોવા પોલીસે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે ( Sonali Phogat murder case).

સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા

આ પણ વાંચો જૂઓ Bigg Boss 14 માંથી bjp નેતા બનવા સુધીની સોનાલી ફોગાટની સફર

સોનાલી ફોગાટ મૃત્યુ કેસમાં FIR સુધીર સાંગવાન અને સુખવિંદર સોનાલી ફોગાટ સાથે ગોવામાં હાજર હતા. પોલીસ સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જે બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોનાલીના મૃત્યુના બે દિવસ બાદ આજે પરિવારના સભ્યો પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સોનાલી ફોગાટ 22 ઓગસ્ટે ગોવા આવી હતી અને અંજુના એક હોટલમાં રોકાઈ હતી. સંબંધીઓની ફરિયાદ પર પોલીસે સોનાલી ફોગટના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સાંગવાન વિરુદ્ધ આરોપી તરીકે કેસ નોંધ્યો છે.

સોનાલી ફોગાટના મોત પર સવાલો સોનાલી ફોગાટનો મૃતદેહ મંગળવારે સવારે હોટલમાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ગોવા પોલીસ પણ શરૂઆતથી જ આ જ કહેતી આવી છે. જો કે સોનાલીના પરિવારજનોએ તેના મોત પર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર સોનાલી ફોગાટની હત્યા કરવામાં આવી છે અને તેના પીએ સુધીર સાંગવાન આ કાવતરામાં સામેલ છે. સોનાલીના મૃત્યુ બાદ સુધીર સાંગવાને દરેકને અલગ અલગ વાત કહી હતી. સોનાલીના ભાઈએ ગોવા પોલીસને લેખિત ફરિયાદ પણ આપી હતી, જેમાં પીએ સુધીર સાંગવાન પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે ગોવા પોલીસે સુધીર સાંગવાન અને સુખવિંદર સાંગવાન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો જુઓ સોનાલી ફોગાટ પહેલા Big Bossના આ 5 સ્પર્ધક મૃત્યુ પામ્યા

બિજેપી નેતા હરિયાણાની સોનાલી ફોગાટ ટિકટોક સ્ટાર હતી અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. વર્ષ 2019 માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે તેમને હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ તે ચર્ચામાં આવી હતી. કુલદીપ બિશ્નોઈ સામે ભાજપે સોનાલી ફોગાટને મેદાનમાં ઉતાર્યા હતા, સોનાલી ચૂંટણી હારી ગઈ હતી. આ પછી તે બિગ બોસ 14નો પણ ભાગ રહી હતી. સોનાલીના મૃત્યુ બાદ ઘણા લોકો સવાલો ઉભા કરી રહ્યા છે અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details