ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2022, 1:14 PM IST

ETV Bharat / bharat

પ્રમોદ સાવંતે લીધા શપથ, સતત બીજી વખત બન્યા ગોવાના મુખ્યપ્રધાન

પ્રમોદ સાવંતે સોમવારે (Goa Assembly Election 2022) સતત બીજી વખત ગોવાના મુખ્યપ્રધાન તરીકે શપથ (pramod sawant oath ceremony) લીધા. 40 સીટોવાળી ગોવામાં ભાજપે 20 સીટો જીતી છે. કોંગ્રેસે 11, AAP 2, MGP 2 અને અપક્ષોએ 3 બેઠકો જીતી છે. ભાજપે MGPના 2 અને 3 અપક્ષોના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંતે લીધા શપથ, સતત બીજી વખત બન્યા મુખ્યપ્રધાન
ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંતે લીધા શપથ, સતત બીજી વખત બન્યા મુખ્યપ્રધાન

પણજી(ગોવા):પ્રમોદ સાવંતે સોમવારે સતત (Goa Assembly Election 2022) બીજી વખત ગોવાના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે (pramod sawant oath ceremony) રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ (Pramod Sawant Swearing In Ceremony) પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તત્કાલિન મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ 2017માં પ્રમોદ સાવંત મુખ્યપ્રધાન બન્યા (Goa CM Oath Ceremony) હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ સાવંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારની ભેટ: ચંદીગઢના કર્મચારી પર કેન્દ્રીય સેવા નિયમ લાગુ, નિવૃત્તિની ઉંમર પણ વધી

ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર:સીએમની સાથે પૂર્વ સીએમ પ્રતાપ સિંહ રાણેના પુત્ર વિશ્વજીત રાણેએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેઓ વાલપોઈ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. આ ઉપરાંત રવિ નાઈક, નિલેશ ક્રબલ, વિશ્વજીત રાણે, માવિન ગુડિન્હો, સુભાષ શિરોડકરે પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.

સુરક્ષાની દૃષ્ટિએ પણ ચુસ્ત બંદોબસ્ત: ગોવા ભલે નાનું રાજ્ય છે, પરંતુ રાજકીય રીતે ભાજપ કોઈપણ રાજ્યને નાનું માનતું નથી અને તેનું મહત્વ સમજે છે. એટલા માટે નાના રાજ્યમાં પણ ભાજપના તમામ મોટા નેતાઓ મુખ્યપ્રધાનના શપથ સમારોહમાં પહોંચ્યા છે. આજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષાની દૃષ્ટિએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાળો માસ્ક અથવા કાળા કપડાં પહેરેલા લોકોને પણ તકેદારી તરીકે સમારોહની અંદર જવા દેવામાં આવશે નહીં.

પ્રમોદ સાવંતના મહેમાનો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, પરિવહનપ્રધાન નીતિન ગડકરી, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના સીએમ મનોહર લાલ કટાર, આસામના સીએમ હેમંત બિસ્વા સરમા, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કર્ણાટક સીએમ બસવરાજ બોમાઈ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, ત્રિપુરાના સીએમ બિપ્લબ કુમાર દેબ.

આ પણ વાંચો:7 દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે નવા ભાવ

ભાજપને બહુમતી સાથે સરકાર બનાવવાની તક: આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સાવંતના શપથ ગ્રહણમાં પહોંચવાના સમાચાર હતા, પરંતુ આજે યુપી વિધાનસભામાં તમામ ધારાસભ્યોને શપથ લેવાના છે, તેથી સીએમ યોગીએ ગોવા આવવાનો પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. આ શપથ ગ્રહણ સમારોહમાં કુલ 10 હજાર લોકો પહોંચે તેવી શક્યતા છે. લોકોએ ભાજપને બહુમતી સાથે સરકાર બનાવવાની તક આપી છે. આ બીજી વખત છે, જ્યારે ગોવાના સીએમ રાજભવનની બહાર શપથ લેશે. અગાઉ વર્ષ 2012માં મનોહર પર્રિકરે પણજીના કેમ્પલ ગ્રાઉન્ડમાં શપથ લીધા હતા અને આજે 48 વર્ષીય પ્રમોદ સાવંત રાજભવનની બહાર શપથ લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details