- દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ
- ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
- ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે
મુંબઈ:દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના માર્ગાઓ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે સવારે રત્નાગિરી (મહારાષ્ટ્ર) નજીક કરબુડે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે.
શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની
શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, કરબુડે ટનલમાં રાજધાની એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. કોંકણ રેલ્વેને બાતમી મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણોસર કોંકણ રેલવે લાઇન પર ટ્રેનોના અવગમનને રોકી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોંકણ રેલ્વેની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ટ્રેકને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.