નવી દિલ્હીઃગો ફર્સ્ટ એરલાઇન અગાઉ ગો એરલાઇનના નામથી દેશમાં ફ્લાઇટની કોમર્શિયલ સર્વિસ પૂરી પાડતી હતી. પરંતુ બાદમાં તેના ઓપરેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગો એરલાઇન્સનો તેના એરબસ A320 NEO એરક્રાફ્ટમાં પ્રેટ એન્ડ વ્હીટની એન્જિન સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ પછી તેણે મે 2023માં નાદારી માટે કેસ દાખલ કર્યો હતો.
દાવા ફગાવી દીધાઃ જો કે, એન્જિન નિર્માતાએ આરોપોને ફગાવતા કહ્યું કે, દાવાઓ પાયાવિહોણા છે. ત્યારબાદ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મોરેટોરિયમ લાદવાની સાથે આ મામલાનો નીવેડો લાવવા માટે આંતરિક રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરી. તારીખ 9 જૂનના રોજ રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાએ તમામ લેણદારોની સમિતિ સાથે વાત કરીને મામલો ઉકેલી નાખ્યો અને ટ્રિબ્યુનલને જણાવ્યું.
આવો હતો પ્લાનઃ તારીખ 28 જૂનના રોજ, રિઝોલ્યુશન પ્રોફેશનલે ડીજીસીએને ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની યોજના મોકલી હતી. ત્યારબાદ સુરક્ષા અને નિરિક્ષણ માટે ઓડિટ કરવામાં આવ્યું. DGCA ઓડિટ મુંબઈ અને દિલ્હીમાં GoFirst સુવિધાઓ પર કરવામાં આવ્યું હતું. DGCA એ પુષ્ટિ કરી કે GoFirst એ ઓડિટમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તારીખ 15મી જુલાઈના રોજ રિવાઇઝ્ડ ફ્લાઈટ રિઝ્યૂમ પ્રોજેક્ટ ફરીથી સબમિટ કર્યો. તે દરરોજ 115 ફ્લાઇટ્સ સાથે 15 એરક્રાફ્ટને કાર્યરત કરવાની યોજના પર કામ કરવા માગે છે.
પ્રસ્તાવ સ્વીકારી લીધોઃ ડીજીસીએએ તેની સમીક્ષા કર્યા બાદ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. જોકે, કંપનીએ કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ શરતના આધારે મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ મિલિટરી ચાર્ટર માટે કામ કરવું પડશે. જે લેહ સુધીના રહેશે. નિરિક્ષણ ચકાસણી અને ટેસ્ટ બાદ આ મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે કંપનીની યોજના 22 એરક્રાફટને ઑપરેશનમાં મૂકવાની છે.
- Delhi Air Port: ફ્લાઇટ 5 કલાક મોડી પડતા અમદાવાદ-વડોદરાના 130 મુસાફર અટવાયા, PM ને ટ્ટવિટ કરી
- બાંગલાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ યુદ્ધના ધોરણે અમદાવાદમાં થઈ લેન્ડ, આવી હતી ઈમરજન્સી