ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Go First Flight: ગો ફર્સ્ટ ફ્લાઈટ 26 મે સુધી બંધ, ખોટનો આંકડો જોઈને ચોંકી જશો

એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 919.2 કરોડનો નફો થયો છે. આ સિવાય કંપની તેના કાફલામાં વધુ એક બોઇંગ 777 એરક્રાફ્ટ ઉમેરી રહી છે.

ગો ફર્સ્ટ ફ્લાઈટ 26 મે સુધી બંધ, જાણો સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે અને રિફંડ કેવી રીતે મળશે
ગો ફર્સ્ટ ફ્લાઈટ 26 મે સુધી બંધ, જાણો સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે અને રિફંડ કેવી રીતે મળશે

By

Published : May 19, 2023, 8:46 AM IST

નવી દિલ્હી:દેશના એવિએશન સેક્ટરમાં સ્થિતિ ડામાડોળ હોય એવા રીપોર્ટ મળી રહ્યા છે. એક બાજું નવી એરલાઈન્સ પોતાના જુદા જુદા ઑપરેશન વધારી રહી છે. બીજી બાજું કેટલીક જૂની એરલાઈન્સ કંપનીઓ ગ્રાઉન્ડેડ થવાના આરે હોય એવું લાગે છે. કારણે કંપનીઓને પડી રહેલી ખોટ કરોડોમાં છે.

આટલા કરોડની ખોટઃ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનએ તારીખ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 919.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપી છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂપિયા 1,681.8 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વિદેશી વિનિમય દરની અસરને બાદ કરતાં રૂપિયા 2,654 કરોડનો નફો કર્યો છે.

હૂંડિયામણની અસર:કંપનીએ કહ્યું કે વિદેશી હૂંડિયામણની અસર સહિત કંપનીને રૂપિયા 305.8 કરોડનું નુકસાન થયું છે. કંપનીએ કહ્યું કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં નફો મોટાભાગે પહેલા અને બીજા ક્વાર્ટરમાં થયેલા નુકસાનને સરભર કરે છે. BSE પર ઈન્ડિગોનો શેર 1.57 ટકા ઘટીને રૂપિયા 2,264 પર બંધ થયો હતો. ઈન્ડિગોએ બીજું બોઈંગ 777 એરક્રાફ્ટ સામેલ કર્યું. આ સિવાય અન્ય મોટા કદના બોઇંગ 777 એરક્રાફ્ટ પણ આર્થિક સેવાઓ પૂરી પાડતી એરલાઇન ઇન્ડિગોના કાફલામાં જોડાયા છે. કંપની આ એરક્રાફ્ટનો ઉપયોગ મુંબઈ-ઈસ્તાંબુલ રૂટ પર કરશે. એરલાઇન કંપનીએ બુધવારે આ જાણકારી આપી. 16 વર્ષથી વધુ સમય સુધી નાના કદના એરબસ ફ્લીટનું સંચાલન કર્યા પછી, ગુરુગ્રામ સ્થિત એરલાઈને આ વર્ષે તેના કાફલામાં B777 એરક્રાફ્ટ ઉમેર્યા છે.

મુસાફરો માટે બુકિંગ:આ વિમાન ઈન્ડિગો દ્વારા તુર્કી એરલાઈન્સના ક્રૂ મેમ્બર સાથે લીઝ પર આપવામાં આવ્યું છે. તે દિલ્હી-ઈસ્તાંબુલ રૂટ પર આ વિમાનનો ઉપયોગ કરી રહી છે. ઇન્ડિગોનો ટર્કિશ એરલાઇન્સ અને અન્ય કેટલીક એરલાઇન્સ સાથે કોડશેર કરાર છે. કોડશેર વ્યવસ્થા હેઠળ, એરલાઇન ભાગીદાર એરલાઇન્સની ફ્લાઇટ્સ પર તેના મુસાફરો માટે બુકિંગ પણ કરી શકે છે. આ એરલાઇનને એવા સ્થળોએ પણ સીમલેસ મુસાફરી કરવાની મંજૂરી આપે છે જ્યાં તેની હાજરી નથી.

  1. રન-વે પર કાર આવી જતા વિમાને મારી ખતરનાક બ્રેક, જુઓ વીડિયો
  2. Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને પરેશાની
  3. વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઇ

ABOUT THE AUTHOR

...view details