ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Go First: Go First એરલાઇનના ભાવિ પર સંકટના વાદળો, ફરી એકવાર તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ

Go First એ ફરી એકવાર તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. હવે એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ માટે કઈ નવી તારીખ નક્કી કરવામાં આવી છે, જાણો

By

Published : May 31, 2023, 3:04 PM IST

Go First News
Go First News

નવી દિલ્હીઃઆર્થિક સંકટનો સામનો કરી રહેલી GoFirst એરલાઈને ફરી એકવાર પોતાની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. હવે 4 જૂન સુધી એરલાઈન્સ તેની કોઈપણ ફ્લાઈટ ઉડાડશે નહીં. કંપનીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગો ફર્સ્ટે ટ્વીટ કર્યું- અમને જણાવતા ખેદ થાય છે કે ગો ફર્સ્ટ શેડ્યૂલ કરેલી ફ્લાઈટ્સ 4 જૂન, 2023 સુધી રદ કરવામાં આવી છે. પ્રભાવિત મુસાફરોને તેમની ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

4 જૂન સુધી ફ્લાઇટ્સ રદ: ફ્લાઈટ્સ કેન્સલ કરવાની પ્રક્રિયા 3 મેથી ચાલુ છે. Go First એ સૌથી પહેલા 3થી 5 મે સુધીની ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. ત્યારથી ફ્લાઇટ્સ રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વચ્ચે એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે એરલાઇન 27 મેથી તેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. જોકે આવું થયું નથી. 4 જૂન સુધી ફ્લાઇટ્સ રદ કરતા પહેલા 28 મે સુધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અને હવે એરલાઇનના ભાવિ પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે.

30 દિવસનો સમય આપ્યો: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે એરલાઇનના પુનરુત્થાન યોજના અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. ગોફર્સ્ટના અધિકારીઓએ ડીજીસીએના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે એરલાઇનને ફરીથી કેવી રીતે ઊભી કરવી. વાસ્તવમાં એરલાઇન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇનને 30 દિવસનો સમય આપ્યો છે. જેમાં તેણે જણાવવાનું છે કે કંપનીની ફ્લાઈટ સેવા ફરીથી શરૂ કરવાની શું યોજના છે. જેની સમીક્ષા કર્યા બાદ એરક્રાફ્ટ રેગ્યુલેટર ગો ફર્સ્ટને ફરીથી ફ્લાઇટ ઓપરેટ કરવાની પરવાનગી આપશે.

ફરીથી ઉડાન ભરવા માટે પ્રયાસ: 2 મેના રોજ Go First એ NLCTમાં પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી દાખલ કરી હતી. જેનો એનએલસીટી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ ગો ફર્સ્ટના ચાર ધિરાણકર્તા આ નિર્ણય સામે NCLATમાં ગયા હતા. આ મામલે સુનાવણી થઈ અને 22 મેના રોજ NCLAT એ NLCTના નિર્ણયને યથાવત રાખ્યો. હાલમાં, આ મુદ્દા પર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ચાર પક્ષો એવા છે જે ગો ફર્સ્ટ એરલાઇનને નાદાર જાહેર કરવાનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે એરલાઇન ફરીથી ઉડાન ભરવા માટે સખત પ્રયાસ કરી રહી છે.

  1. Go First ની નાદારી અન્ય એરલાઇન્સને કેવી રીતે અસર કરશે, શું ફ્લાઇટ ટિકિટો વધુ ખર્ચ કરશે?
  2. Go First Airlines: ગો ફર્સ્ટ એરલાઇન્સને વળતર ચૂકવવાનો કન્ઝ્યુમર ફોરમનો આદેશ
  3. Airline Crisis: એક દાયકામાં બંધ થઈ 11મી ખાનગી એરલાઈન્સ, જાણો શરૂઆતથી અંત સુધી શું થયું

ABOUT THE AUTHOR

...view details