ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોધપુરમાં ચોથા ધોરણની વિદ્યાર્થીનીએ ક્લાસમેટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો - દુષ્કર્મનો આરોપ

જોધપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણની વિદ્યાર્થીનીએ (Jodhpur Minor Girl Rape Case)તેના ક્લાસમેટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ અધિકારીઓ આ સંદર્ભમાં ઘટના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરી રહ્યા છે.

જોધપુરમાં ચોથા ધોરણની વિદ્યાર્થીનીએ ક્લાસમેટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો
જોધપુરમાં ચોથા ધોરણની વિદ્યાર્થીનીએ ક્લાસમેટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો

By

Published : May 28, 2022, 8:00 PM IST

જોધપુરઃ શહેરમાં દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણમાં ભણતી(Jodhpur Minor Girl Rape Case) એક છોકરીએ તેના વર્ગના વિદ્યાર્થી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જ્યારે પીડિતાએ આ વાત તેની માતાને જણાવી(Shocking case came in jodhpur) તો તે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને રિપોર્ટ આપ્યો છે.

ભૂતકાળમાં તેની સાથે શાળામાં દુષ્કર્મ થયો -આ મામલો માતા કા થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સ્કૂલનો છે. આમાં ભણતી 4મા ધોરણની વિદ્યાર્થીની પર ક્લાસમેટ પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આઠ વર્ષની બાળકી સાથે ભણતા (Police registered a case under POCSO Act )એક સહાધ્યાયીએ ભૂતકાળમાં તેની સાથે શાળામાં દુષ્કર્મ કર્યો હતો. પીડિતાની માતાના રિપોર્ટના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. ADCP નિશાંત ભારદ્વાજ કેસની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃમકાનમાલિકે યુવતીના ઘરમાં ઘુસી લમણે પિસ્તોલ તાંકી અને ન કરવાનુ કરી નાખ્યુ

પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો -મળતી માહિતી મુજબ, માતા કા થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી પીડિતા સાથે આ ઘટના આ વર્ષે ફેબ્રુઆરીમાં બની હતી. આરોપી બાળક તેને પોતાની સાથે બાથરૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. આરોપ છે કે ત્યારબાદ તેને મોઢું બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પીડિતા અને આરોપી બન્ને સગીર છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ અધિકારીઓ આ સંદર્ભમાં ઘટના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરી રહ્યા છે. પીડિતાનું મેડિકલ કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃવૈવાહિક દુષ્કર્મ પર 2 સભ્યોની બેન્ચનો વિભાજિત નિર્ણય, હવે દિલ્હી હાઈકોર્ટની 3 સભ્યોની બેન્ચ કરશે સુનાવણી

ડાન્સ ટીચર આરોપી જેલમાં -આ વર્ષે માર્ચમાં તે જ પીડિતાની માતાએ ફેબ્રુઆરી 2018માં શાળાના વાર્ષિક સમારોહ દરમિયાન તેની પુત્રી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે સમયે છોકરી ચાર વર્ષની હતી. જે બાદ પોલીસે ડાન્સ ટીચરની ધરપકડ કરી હતી જે મૂળ નેપાળની હતી. જેને બાદમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાલ તે જેલમાં છે. ત્યારે બાળકીની માતા તેને ગુડ ટચ અને બેડ ટચની વાત કહેતી હતી ત્યારે તેણે ડાન્સ ટીચર દ્વારા કરેલા કૃત્યની જાણકારી આપી હતી જેના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details