ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉછેર કરનારો બન્યો અસુર, પિતાએ દીકરીની હત્યા કરીને પ્રેમીના ખેતરમાં ફેંકી આવ્યો - મૈસુર પેરિયાપટના તાલુકાના કાગગુંડી હત્યા

દેશમાં ઓનર કિલિંગની (Honor killing Case in Karnataka) ઘટનામાં વધારો થતો જાય છે. જેના મોટા ભાગના કેસ પ્રેમ પ્રકરણ (Honor Killing Love Affairs) સાથે જોડાયેલા હોય છે. તો ક્યારેક જ્ઞાતિને લઈને યુવાનો જીવ ગુમાવે છે. આવી જ એક ઘટના કર્ણાટકના મૈસુર જિલ્લાના એક ગામેથી સામે આવી. જેમાં પિતાએ જ એની દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું.

ઉછેર કરનારો બન્યો અસુર, પિતા દીકરીની હત્યા કરીને પ્રેમીના ખેતરમાં ફેંકી આવ્યો
ઉછેર કરનારો બન્યો અસુર, પિતા દીકરીની હત્યા કરીને પ્રેમીના ખેતરમાં ફેંકી આવ્યો

By

Published : Jun 8, 2022, 9:12 PM IST

મૈસુર: કર્ણાટકના મૈસુર જિલ્લાના એક ગામે દલિત સમુદાયના (Dalit Community boy) એક છોકરાને પ્રેમ કરવા બદલ એના પિતાએ દીકરીની હત્યા (Murder Case in Karnataka) કરી નાંખી હતી. આ કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં પિતાએ દીકરીને પતાવી દઈ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર (Accused Surrender in police Stations) કરી નાંખ્યું હતું. એટલું જન નહીં આ પિતાએ તેણે કરેલો ગુનો પણ કબૂલી લીધો હતો.

આ પણ વાંચો:પુત્ર બન્યો જનેતાનો હત્યારો : હત્યાનું કારણ જાણીને તમેં પણ ચોંકિ જશો...

ગળુ દબાવીને હત્યા: મૈસુર જિલ્લાના પેરિયાપટના તાલુકાના કાગગુંડી ગામના રહેવાસી સુરેશએ સોમવારે વહેલી સવારે તેની 17 વર્ષની પુત્રી શાલિનીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પિતાએ તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. કર્ણાટકમાં ઉચ્ચ જ્ઞાતિ ગણાતા વોક્કાલિગા સમુદાયની શાલિની બીજા વર્ષમાં પીયુસી (પ્રી-યુનિવર્સિટી કોર્સ) માં અભ્યાસ કરતી હતી. તેણીને પડોશના મેલ્લાહલ્લી ગામના એક દલિત છોકરા સાથે પ્રેમ હતો. પોલીસે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં હતા. આ વાતની જાણ થતાં માતા-પિતાએ છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કારણ કે છોકરી સગીર હતી.

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને સગીર પિતાએ પોતાના બાળકનું અપહરણ કર્યું ને પછી...

યુવતીનું નિવેદન: આ કેસમાં યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું કે તે એક છોકરાના પ્રેમમાં છે. પણ માતા-પિતા એની સાથે જવાની ના પાડી છે. પોલીસે યુવતીને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધી હતી. થોડા સમય પહેલા દીકરીએ તેના માતા-પિતાને ફોન કરીને તેને ઘરે લઈ જવા કહ્યું હતું. ઘરે આવ્યા પછી, તેણે ફરીથી તેના માતાપિતાને કહ્યું કે તે હજી પણ છોકરાને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરશે. પોલીસે જણાવ્યું કે પિતા ગુસ્સે થયા અને સોમવારે તેણીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. બાદમાં, તેણે તેની પુત્રીની લાશને દલિત છોકરાના ગામની એક ખેતરમાં ફેંકી દીધી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details