નવી દિલ્હીઃ એક વ્યક્તિ લગ્નના બહાને મુંબઈથી કોલ સેન્ટરમાં કામ કરતી એક મહિલા સહકર્મીને દિલ્હી લઈ આવ્યો હતો. (Girl murdered in love affair in Delhi )જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે તેની હત્યા કરી નાખી હતી , ત્યારબાદ મૃતદેહના અનેક ટુકડા કરી મૃતદેહને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધી અને મૃતદેહનો નિકાલ કર્યો હતો. ઘટનાના લગભગ પાંચ મહિના બાદ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી હતી.
લગ્નના બહાને દિલ્હી લાવી યુવતીની કરી હત્યા, મૃતદેહના કર્યા 35 ટુકડા - Girl murdered in love affair in Delhi
દિલ્હીમાં છોકરીની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.(Girl murdered in love affair in Delhi )લગ્નના બહાને એક વ્યક્તિ તેની મહિલા સહકર્મીને મુંબઈથી દિલ્હી લાવ્યો અને અહીં તેની હત્યા કરી નાખી હતી.
લિવ-ઈન રિલેશનશિપ:પોલીસે જણાવ્યું કે, 59 વર્ષીય વિકાસ મદન વોકરે 8 નવેમ્બરે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીના અપહરણ માટે FIR નોંધાવી હતી. પીડિતે જણાવ્યું કે, તે તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. પીડિતની 26 વર્ષની શ્રદ્ધા વોકર મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બહુરાષ્ટ્રીય કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં જ શ્રદ્ધા આફતાબ અમીનને મળી હતી. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ શરૂ કર્યો હતો.
ગળું દબાવીને હત્યા:પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા શનિવારે આફતાબને શોધી કાઢ્યો હતો. આફતાબે જણાવ્યું કે, શ્રદ્ધા અવારનવાર તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો, જેથી 18 મેના રોજ ઝઘડો થયો ત્યારે તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારપછી મૃતદેહને ચપ્પુ વડે અનેક ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો. આ પછી પોલીસે આફતાબના નિવેદન પર હત્યાનો કેસ નોંધ્યો છે. હાલ પોલીસ ટીમ આરોપીના નિવેદનના આધારે મૃતદેહના ટુકડા શોધવાનો પ્રયાસ કરી રહી છે.